મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

અરે વાહ.... ભારતમાં ઝડપથી ઘટી રહી છે ગરીબી

યુનોનો રીપોર્ટઃ ૧૦ વર્ષમાં ભારતે ૨૭.૧ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયાઃ પહેલા ગરીબોની સંખ્યા ૬૪ કરોડ હતી જે હવે ૩૬.૯ કરોડ રહી ગઇ છેઃ ઝારખંડમાં ઝડપથી ઘટી ગરીબી

નવી દિલ્હી, તા.૧૨: ભારત ગરીબીને દૂર કરવામાં વિશ્વના મુખ્ય ૧૦ દેશોમાં સામેલ છે. આ વાત મલ્ટીડાયમેંશનલ પોવર્ટી ઈન્ડેક્ષ ૨૦૧૯નો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. રિપોર્ટમાં ગરીબીના સ્કેલ અને તીવ્રતાને સામેલ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટને ઓકસફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલોપમેન્ટ ઇનિશિએટિવ અને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે મળીને તૈયાર કર્યો છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, ભારતે વર્ષ ૨૦૦૫-૦૬ થી ૨૦૧૫-૧૬ વચ્ચે ૨૭.૧ કરોડ લોકોની ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તેમાંથી પણ ઝારખંડ રાજય એવું છે જયાં ગરીબી ખબજ ઝડપથી ઓછી થઇ છે.

 ગરીબીને ઘટાડવા માટે ૧૦ માનકો દ્વારા તપાસવામાં આવ્યા છે. તેમાં સંપત્ત્િ।, ભોજનનું ઇંધણ, સ્વચ્છતા અને પોષણ જેવા સ્કેલ પણ સામેલ છે. વૈશ્વિક એમપીઆઈમાં ૧૦૧ દેશો સ્વાસ્થ્ય, શિક્ષા અને જીવનના સ્તરના ઘટાડાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. રિપોર્ટ કહે છે કે એમપીઆઈ મંકોમાં ઘટાડાના મામલે ભારતે સ્પષ્ટ રૂપે ગરીબોન્નમુખી પેટર્ન અપનાવી છે. ઝારખંડ એવું રાજય છે જયાં ૨૦૦૫-૦૬ થી માંડીને ૨૦૧૫-૧૬ સુધી ગરીબી ૭૪.૯ ટકા થી ઓછી થઈને ૪૬.૫ ટકા રહી ગઈ છે.

ભારતે ચાર રાજયો બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં સૌથી વધુ એમપીઆઈ છે. ઝારખન્ડ તેમાંથી સૌથી સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે. કુલ મળીને ભારત એ ત્રણ દેશોમાં સક્ષમએલ છે જયાં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબીમાં ઘટાડાના કારણે શહેરી ક્ષેત્રોમાં ગરીબીમાં ઘટાડાને પાછળ છોડી દીધી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ત્રીજા અને ચોથા રાઉન્ડનો રિપોર્ટ જ માનકોના તુલનાત્મક આંકડાનો આધાર છે.

 રીર્પાેટ કહે છે આ સમયગાળામાં ભારતે ગરીબીને ૫૫.૧ ટકા થી દ્યટાડીને ૨૭.૯ ટકા અંદાજે અડધી કરી દીધી છે. ભારતે અંદાજે ૨૭.૧ કરોડ લોકોને ગરીબી માંથી બહાર કાઢ્યા છે. પહેલા ગરીબ લોકોની સંખ્યા ૬૪ કરોડ હતી જે હવે ૩૬.૯ કરોડ રહી ગઈ છે.

યુએનડીપીના ઇન્ડિયા રેજીડેંટ રિપ્રેજેન્ટીવ શોકો નાડો કહે છે, એમપીઆઈમાં ભારતની સૌથી મોટી પ્રગતિ નોંધવામાં આવી છે. ભારત ઉપરાંત ગરીબી ઓછી કરનાર વિશ્વના મુખ્ય ૧૦ સામેલ અન્ય દેશ પેરુ, બાંગ્લાદેશ, કમ્બોડિયા, નાઇઝીરીયા, પાકિસ્તાન, વિયેતનામ, કાગો ગણરાજય, ઇથોપિયા અને હૈતી છે.

(11:24 am IST)