મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

માનું ડૂસકું સાંભળીને બ્રેઇન-ડેડ જાહેર થયેલો દીકરો જીવતો થયો

હૈદ્રાબાદ તા. ૧ર : તેલંગણના પિલ્લાલમરી ગામમાં ૧૮ વર્ષનો ગંધમ કિરણ નામનો એક યુવક બ્રેઇન-ડેડ થઇ ગયો હતો. પરિવારજનો તેના અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગ્યા હતા. જો કે તેની જન્મદાતા મા હજી દિકરાનું મોત થઇ ગયું છે. એ સ્વીકારી શકી નહોતી. દિકરા પાસે બેસીને તે જોરજોરથી ડૂસકાં લઇ રહી હતી અને એ જ વખતે દિકરાની આંખમાંથી આંસુ સરી પડયાં.એ જોઇને આસપાસમાં હાજર પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. તરત જ નજીકમાંથી ડોકટરને બોલાવવામાં આવ્યા ડોકટરે હાથ તપાસીને કહ્યું કે હજી દિકરાની નાડી ચાલુ છ.ે બસ પછી તો પરિવારજનો તરત જ દિકરાને પાછો હોસ્પિટલ લઇ ગયા. હૈદ્રાબાદની મોટી હોસ્પિટલના નિષ્ણાંતોની સલાહ લઇને ગંધમને સૂર્યપટ જિલ્લાની હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી. ત્રણ દિવસમાં દિકરો સાજો થઇ ગયો.

ગંધમને એકયુટ હેપેટાઇટિસને કારણે ભારે તાવ અને ઉલટીઓ થતી હતી અને પછી તે કોમામાં જતો રહ્યો હતો, પરંતુ માનું રૂદન સાંભળીને તે પાછો ભાનમાં આવી ગયો હતો

(10:22 am IST)