મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

ન્યુદિલ્હી ચાંદની ચોકના ભાજપના સાંસદ ડો.હર્ષવર્ધનની ચૂંટણી રદ ગણવા સુપ્રિમ કોર્ટમાં પિટીશનઃ પત્નીની માલિકીના ફલેટની કિંમત ઓછી દર્શાવી મતદારોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપઃ સુપ્રિમ કોર્ટએ ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હીઃ ન્યુદિલ્હી ચાંદની ચોક વિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાઇ આવેલા ભાજપના સાંસદ ડો.હર્ષવર્ધનએ પોતાની સંપતિની કિંમત ઓછી આંકી સેકશન ૧૨૩ની જોગવાઇનો ભંગ કર્યો હોવાથી તેમનું સંસદ તરીકેનું સભ્યપદ રદ થવું જોઇએ તેવી અરજી ચાંદની ચોક વિસ્તારના મતદાર અરૂણ કુમારએ કરતાં સુપ્રિમ કોર્ટની સિંગલ બેન્ચના જસ્ટીસ શ્રી નવિન ચાવલાએ ડો.હર્ષવર્ધનનો ખુલાસો માંગ્યો છે. જે અંગેની ૨૪ સપ્ટેં.૨૦૧૯ રાખવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટમાં અરજ ગુજારનાર મતદાર અરૂણ કુમારે જણાવ્યા મુજબ ડો.હર્ષવર્ધનના પત્નીના ફલેટની કિંમત તેમણે ૬૨ લાખ દર્શાવી છે. હકીકતમાં આ કિંમત ૭૦ લાખ જેટલી છે. આમ પોતાની સંપતિની કિંમત ઓછી આંકી તેમણે મતદારોનો દ્રોહ કર્યો છે તેમ જણાવી દાદ માંગી છે તેવું B એન્ડ B દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)