મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

સ્વામિનારાયણ ગુરુકુલ ડલાસ દ્વારા રથયાત્રા ઉત્સવ ભારે ઉત્સાહ અને ધામધૂમથી 4 th જુલાઈના રોજ ઉજ્વાયો.: આશરે ૪૦૦ જેટલા ભાઈઓ - બહેનો અને બાળકો ભક્તિભાવ પૂર્વક ઉત્સવ માં જોડાયા

ટેક્સાસ : સવારે પૂજય ભગવત્ચરણ સ્વામી અને પૂજય મુકુંદપ્રિય સ્વામી એ શ્રીક્રુષ્ણ , બલરામ અને સુભદ્રાજીનું પૂજન કરી રથયાત્રા ની શરૂઆત કરી હતી .

 

ભાવિક ભક્તો જગન્નાથ ભગવાનની રથયાત્રા આગળ સેવક ભાવે રસ્તો વાળતા હતા , તો બીજા ભક્તો ભગવાનનો રથ ખેંચતા હતા .

 

કેટલાય હરિભક્તો મહિમા અને ભક્તિભર્યે હ્રદયે રસ્તા ઉપર દંડવત કરતા હતા .

 

રથયાત્રા દરમ્યાન શ્રીહરિની ચાર વખત આરતી થઈ હતી તથા મગનો પ્રસાદ હરિભક્તોને વહેંચવા માં આવ્યો હતો .

 

રથયાત્રા ના આ સમય દરમ્યાન ટેક્ષાસ - ડલાસમાં ઉનાળાનો સમય હોય છે. તેમ છતાં આવી ભારે ગરમીમાં બાલ - અબાલ સહું એ ખૂબ જ આનંદથી ઉત્સવ ઉજવ્યો . ભાઈઓની રથયાત્રા પૂર્ણ થયા પછી બહેનોએ

રથ ખેંચીને રથયાત્રામાં પોતાના મનોરથ પૂર્ણ કર્યા હતા .

 

અને આજના આ અષાઢી બીજના દિવસે ગુરુકૂળના સંસ્થાપક પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ પણ હતો એટલે હરિભક્તોનો આનંદ બેવડાઈ ગયો હતો .

 

રથયાત્રા પૂર્ણ થયા પછી ગુરુકૂળના પ્રાર્થના મંદિર માં સંતોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું . કિર્તનભક્તિ અને ભગવાનના પવિત્ર નામની ધૂન સાથે આ પ્રસંગની પૂર્ણાહુતિ થઈ હતી .

ત્યાર પછી બધા હરિભક્તો એ પૂરી - શાક બૂંદી  અને છાશ નો પ્રસાદ આરોગ્યો હતો .

તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(7:15 pm IST)