News of Thursday, 12th July 2018
હૈદરાબાદની યુવતીનું નોકરીની લાલચે કુવૈતમાં શોષણ:સુષમા પાસે માંગી મદદ
ફોટો sushma
હૈદરાબાદની એક 18 વર્ષની યુવતીને નોકરીની લાલચે કુવૈત લઈ જઈને કોઈ અજાણી જગ્યાએ રાખીને તેનું શોષણ કરવાનો કેસ સામે આવ્યો છે. આ યુવતીનું નામ માલન બેગમ છે અને તે કુવેતમાં છે. માલન અત્યારે ખૂબ જ બિમાર છે તેને ભોજન પણ આપવામાં આવતુ નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ આ યુવતીએ પોતાની મા રુકિયા બેગમને ફોન કરીને પોતાની આપવીતી જણાવી હતી.
(1:05 am IST)