મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

ભારત વિવિધતાની ધરતી છે, એક મોટા દેશ માટે એક ચૂંટણી કરાવવાની વાત માત્ર અસંભવ વિચાર છેઃ એક રાષ્‍ટ્ર, એક ચૂંટણીના વિચારનો વિરોધ કરતા પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ હામિદ અંસારી

નવી દિલ્હીઃ ભારતમાં એક રાષ્‍ટ્ર, એક ચૂંટણીનો અમલ કરવાની ગતિવિધી સામે પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ હામિદ અંસારીએ વિરોધ દર્શાવ્યો છે. તેમણે એક રાષ્ટ્ર, એક ચૂંટણીની થિયરીને 'ભારતીય લોકતંત્ર પર હુમલો ગણાવ્યો છે.'

એક ઇન્ટરવ્યૂમાં અંસારીએ કહ્યું છે કે, 'ભારત વિવિધતાની ધરતી છે. એક મોટા દેશ માટે એક ચૂંટણી કરાવવાની વાત માત્ર અસંભવ વિચાર છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ ધણાં તબક્કાઓમાં સુરક્ષા જરૂરી છે. તો ચૂંટણી એક સાથે થાય તો દેશભરમાં સુરક્ષા કઇ રીતે આપી શકાય?'

પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ ભારતમાં ચૂંટણી જીત માટે 'ફર્સ્ટ પોસ્ટ ધ પોસ્ટ' વ્યવસ્થા પર પણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે સમસ્યા એ છે કે મોટાભાગનાં નેતાને 50 ટકાથી વધારે વોટ નથી મળતાં. તે છતાંપણ તેઓ આ વાતનો દાવો કઇ રીતે કરી શકે કે તે આખા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરશે?

નોંધનીય છે કે અંસારીની આ ટિપ્પણી તે વખતે આવી જ્યારે લો કમીશન રાજનીતિક દળોની સાથે ચર્ચા પછી એક સાથે ચૂંટણી પર રિપોર્ટ તૈયાર કરી રહ્યાં છે.

અંસારીએ ભારતના અલ્પસંખ્યકોના 'અસુરક્ષાનો માહોલ' અંગે પણ ઘણી વાત કરી છે. તેમણે કહ્યું કે, 'આપણે સમજવું પડશે કે આટલા વર્ષો પછી પણ, સચ્ચર પેનલની ભલામણોને સંપૂર્ણરીતે અમલમાં નથી લાવી શકાઇ. 'અન્ય' બનાવવાનું આ પર્યાવરણ અમારા લોકતંત્રને નુકશાન પહોંચાડે છે.'

અલીગઠ મુસ્લિમ વિશ્વવિદ્યાલય જેવા અલ્પસંખ્યક સંસ્થાનોમાં દલિતો માટે આરક્ષણ માંગવાના વિશિષ્ટ પ્રસ્તાવ પર પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી અંસારીએ કહ્યું, 'લોકોએ કાયદાને ધ્યાનથી જોવો જોઇએ. ઘણી સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે તે કઇ એજન્સી છે જે કોઇપણ વિશ્વવિદ્યાલય માટે ઘનનો પ્રબંધ કરી શકે છે.'

(5:42 pm IST)