મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના

એસસી સાથે જોડાયેલા દરેક ગામડાઓનો થશે વિકાસ

કેન્દ્ર દ્વારા પ્રત્યક્ષ રીતે મળશે ૨૧ લાખની સહાય : સંપૂર્ણ જોર આંતરિક માળખાગત સુવિધા પર અપાશે

નવીદિલ્હી, તા.૧૨:  એસસીસાથે જોડાયેલા લોકોને સરકાર હવે વિકાસ દ્વારા લુભાવશે. તેના માટે સરકારે એક મોટો રોડમેપ તૈયાર કર્યો છે. દેશભરના એરસી બહુલ દરેક ગામડાઓની કાયાકલ્પ થશે. પ્રત્યેક ગામને કેન્દ્ર દ્વારા ૨૧ રૂપિયાની સીધી મદદ અપાશે. સાથે જ આ ગામડાઓમાં કેન્દ્ર અને રાજય સાથે જોડાયેલા દરેક હલંગ શિપ યોજનાઓ પણ પહોંચાડાશે આ ઉપરાંત તે પણ સુતિશ્ચિત કરશે કે તેનો લાભ વાસ્તવિક પાત્રોને મળી શકે. માનવામા આવી રહ્યું છે. કે સરકારનો આ દાવ તેને સામાન્ય ચુંટણીમાં સારો ફાયદો આપશે.

 

સામાજીક ન્યાય તેમજ અધિકારીના મંત્રાલય વડાપ્રધાન આદર્શ ગ્રામ યોજના ને વિસ્તાર આપીને કાર્યકલ્પનો રોડમંપ તૈયાર કર્યો છે. જેની મંત્રાલય સ્તર પર સૈધ્ધાંતિક સંમતિ પણ મળી ચુકી છે આ યોજના હેઠળ સરકાર આવતા બે વર્ષના આ દરેક ગામડાઓ પર અંદાજે એક હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.

 

મંગાલય સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આ યોજના હેઠળ દેશના ૪૫૦૦થી વધુ ગામડા ખાતે નકકી કરાયા છે જેની બે વર્ષનાં સંપૂર્ણ રીતે વિકાસી કરી દેવામાં આવશે. તેના હેઠળ પ્રત્યેક જીલ્લાના એસસી બહુલ દસદિવસ ગામડાઓ સામેલ થશે. જમાં એકલા યુપીના ફરજ ગામડા હશે.

આ યોજના હેઠળ સરકારનું પુરૂ ધ્યાન ગામડાઓનું આંતરિક તાળયું મજબૂત કરવા અને ફલેગશીપ યોજનાઓ પણ પહોંચાડવામાં આવશે. સરકારનું લક્ષ્મ આ વર્ષ અંદાજે અડધા ગામડાઓ સુધી પહોંચાડવાનો રહેશે.

પ્રથમ ખેતમાં લે ગામડાઆને જોડાશે જયાં એસસી વર્ગની આબાદી ૫૦ ટકા થી વધુ હોય આ દાયરામા તે ગામડાઓ આવશે. જયાં એસસીની વસ્તી ૫૦૦થી વધુ છે.(૨૨.૧૧)

(5:24 pm IST)