મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

દાઉદનો શાર્પ શુટર રાશિદ અબુધાબીથી ઝડપાયોઃ વરૂણ ગાંધીની હત્યા કરવાનો પ્લાન ઘડયો'તો

૨૦૧૪માં નેપાળના રસ્તે ભારતથી ફરાર થઇ ગયો હતો

નવી દિલ્હી તા. ૧૨ : અબુધાબીના અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના શાર્પ શુટર રાશીલ માલબારીની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. રાશીદ માલબારીએ છોટા શકીલના કહેવા પર શ્રીરામ સેનાના સંસ્થાપક પ્રમોદ મુથાલિક અને ભાજપ નેતા વરૂણ ગાંધીને મારવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ષડયંત્રને અંજામ આપ્યા પહેલા તેના શુટરની ધરપકડ થઇ હતી.

રાશીદ વર્ષ ૨૦૧૪માં મેંગલુરૂ કોર્ટમાંથી બેલ જંપ કરીને નેપાળના રસ્તે ભારતમાંથી ફરાર થઇ ગયો હતો. તે છોટા શકીલનો સૌથી ખાસ ગુર્ગો છે. અંડરવર્લ્ડના દરેક કામ રાશીદ માલબારી જ સંભાળતો હતો. બેંકોકમાં વર્ષ ૨૦૦૦માં છોટા રાજન પર હુમલામાં રાશીદ માલબારી પણ સામેલ હતા. હુમલામાં છોટા રાજનને ગોળી વાગી હતી પરંતુ તે ફરાર થઇ ગયો હતો.

આ હુમલામાં છોટા રાજનની નજીક રોહિત વર્મા હુમલામાં માર્યો ગયો હતો. તે સમયે રાશીદ માલબારીએ છોટા રાજન પર ગોળી ચલાવી હતી. તેના પર હત્યા અને રંગદારીના અનેક કેસ નોંધાયા છે. મેંગલુરૂ કોર્ટમાં બેલ જંપ થયા બાદ તે ફરાર થયો હતો ત્યારે પોલીસે તેના વિરૂધ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરી હતી તેના વિરૂધ્ધ રેડ કોર્નર નોટીસ પણ જાહેર થઇ હતી. રાશીદ ડી-ગેંગનો ભારતમાં સૌથી મોટો ગુર્ગો માનવામાં આવે છે. તેને છોટા રાજન પર હુમલા ઉપરાંત કવાલાલમ્પુરમાં છોટા રાજનના કરીબીની હત્યા શકીલના કહેવા પર કરી હતી. સુરક્ષા એજન્સીઓએ ધરપકડ બાદ રાશીદને ભારત લાવવાના પ્રયત્નો કરી રહી છે. રાશીદની ધરપકડની પુષ્ટિ ખુદ છોટા શકીલે કરી છે.

(4:04 pm IST)