મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

રિલાયન્સનો શેર ૫૨ સપ્તાહની ટોચેઃ ૧૧ વર્ષે માર્કેટ કેપ $100 અબજ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ૪.૧૧ લાખ કરોડની સપાટીએ નોંધાયું

નવી દિલ્હી તા. ૧ : શેરબજારમાં ફુલગુલાબી તેજી પાછળ રિલાયન્સની આગેવાની જવાબદાર છે. તાજેતરમાં જે કંપનીની એજીએમમાં રિલાયન્સે જિઓ મોબાઈલ ફોનનું બીજું વર્ઝન લોન્ચ કર્યું તેમજ આગામી રણનીતિ વિશે વિસ્તૃતમાં જાહેરાતો કરી હતી. જેને પગલે શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર ૧,૦૯૦ની ૫૨ સપ્તાહની નવી ટોચે ટ્રેડ થયો હતો.

રિલાયન્સના શેરમાં જોરદાર તેજી જોવા મળતા કંપનીનું માર્કેટ કેપ ૧૦૦ અબજ ડોલરની સપાટીએ ૯૯.૯૨ અબજ ડોલર થયું હતું. રૂપિયાના મૂલ્યમાં કંપનીનું માર્કેટ કેપ ૪.૧૧ લાખ કરોડને સ્પર્શ્યું હતું. ૧૧ વર્ષના લાંબા ગાળા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ફરી સિમાચિહ્ન સપાટીએ રહ્યું હતું. અગાઉ ૨૦૦૭માં જયારે રૂપિઓ ડોલર સામે ૩૯.૫ હતો ત્યારે કંપનીનું માર્કેટ કેપ સૌપ્રથમ વખત ૧૦૦ અબજ ડોલરને પાર કરી ગયું હતું. 

રિલાયન્સના શેરમાં તેજી છતા મોટાભાગના બ્રોકરેજીસ શેરમાં સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. જેફ્રીઝે સ્ટોકને ડાઉનગ્રેડ કરતા હોલ્ડમાંથી અંડરપર્ફોર્મ કર્યો છે અને ટાર્ગેટ પ્રાઈસ ૭૯૦ રાખી છે. જેફ્રિઝના મેત રિલાયન્સનું ઈબિટા માર્જિન FY22/23માં બમણુ થઈને ઼૨૦ અબજ થવાની સંભાવના છે. દરમિયાન આવક પણ સપાટ રહેવાની અપેક્ષા બ્રોકરેજે વ્યકત કરી છે.

કોટક સિકયોરિટીઝે હાલ ચાલી રહેલા કાર્યોમાં કેટલીક અનિશ્ચિતતાઓ આવવાની અપેક્ષા વ્યકત કરી છે તેમજ જિઓના કાર્યકારી ખર્ચ ભંડોળ અંગે પણ ચિંતા વ્યકત કરી છે અને શેરની ટાર્ગેટ પ્રાઈસ ઘટાડીને રૂ. ૯૩૦ કરી હતી.(૨૧.૨૮)

 

(4:03 pm IST)