મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

મુખ્ય સચિવ મારપીટકાંડ

કેજરીવાલ સામે ચાર્જશીટ તૈયાર

દિલ્હી પોલીસે કેજરીવાલ - સીસોદીયાના ફોન કોલ્સની કરી તપાસઃ 'આપ' સરકારની વધશે મુશ્કેલી

નવી દિલ્હી તા. ૧૨ : દિલ્હીના ચીફ સેક્રેટરી અંશુપ્રકાશની સાથે સીએમ હાઉસમાં થયેલી કથિત મારપીટના મામલે દિલ્હી પોલીસે સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ ડેપ્યુટી સીએમ મનીશ સિસોદીયાના કોલ ડિટેઇલ તપાસ કરી રહ્યા છે. દેશનો એ પ્રથમ એવો કેસ હશે જ્યારે કોઇ રાજ્યની પોલીસ તેમના જ મુખ્યમંત્રી અને ઉપપ્રમુખ મંત્રીના કોલ ડિટેઇલ તપાસ કરી રહ્યા હોય સૂત્રોના કહ્યા મુજબ સીએમ તેમજ ડેપ્યુટી સીએમને મુખ્ય આરોપીના ભૂમિકામાં રાખતી દિલ્હી પોલીસ આ કેસની પુરી ચાર્જશીટ તૈયાર કરી ચુકી છે. ફકત હવે કાયદાકીય પ્રક્રિયાને પૂર્ણ કરવાનું બાકી છે ત્યારબાદ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરાશે. સૂત્રો દાવો કરી રહ્યા છે કે એસજી અનિલ બેજલના સેકશન ઉપરાંત આ વાત અંગે પણ મંતવ્યો લેવામાં આવી રહ્યા છે કે ચાર્જશીટ દાખલ કર્યા પહેલા રાષ્ટ્રપતિની મંજુરી લેવી જોઇએ કે નહિ.

સૂત્રોના જણાવ્યા મુજબ આ મામલે સીએમ, ડેપ્યુટી સીએમ ઉપરાંત ૧૧ વિધાયકોની પૂછપરછ કરવામાં આવી છે. બે વિધાયકો અમાનતુલ્લાહ તેમજ પ્રકાશ નીરવાલને મારપીટ તેમજ ધમકી આપવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેમને મારપીટની કરવાની કે થવાની વાતનો સ્વીકાર કર્યો નહિ પરંતુ આ અંગેના મહત્વના પૂરાવા રહેલા છે તે છે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પૂર્વ સલાહકાર વી.કે.જૈન. (૨૧.૨૯)

(4:01 pm IST)