મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

જમ્મુ-કાશ્મીરમાં BJP એક મહિનામાં સરકાર રચશે?

રાજયના ટોપના લીડરો સાથે મોદીએ બંધબારણે ચર્ચા કરી

નવીદિલ્હી, તા.૧૨:PDPના બળવાખોરની મદદથી BJP ની સરકાર રચવાની ભૂમિકા રચાઇ છે. ગઇ કાલે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાજયમા ંBJP ના વશિષ્ઠ નેતા નિર્મલ સિંહ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બંધબારણે ગુફતગૂ કરી હોવાનું BJPનાં ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું . એ મુલાકાતને પગલે જમ્મુ-કાશ્મીરમાં આવતા એકાદ મહિનાના ગળામા ંBJPની સરકાર રચાવાની અટકળો વહેતી થઇ હતી.

BJPના જમ્મુ-કાશ્મીરનો અખત્યાર સંભાળતા મહામંત્રી રામ માધવ સાથે લાંબી મુલાકાત પછી વડા પ્રધાન સાથે નિર્મલસિંહ મંત્રણા કરી હતી. એ મુલાકાતને પગલે BJPજમ્મુ-કાશ્મીરમાં PDPના બળવાખોરોની મદદથી હિન્દુ મુખ્ય પ્રધાનની સરકાર રચવા ઉત્સુક હોવાની અફવાઓ સાચી પડવાની અપેક્ષા જાગી છે.

દિલ્હીમાં રામ માધવ અને નરેન્દ્રમોદી સાથે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નિર્મલસિંહની મંત્રણાને પગલે એ રાજયમાં નવી સરકાર રચવાની હિલચાલો શરૂ થઇ હોવાનું સ્વીકારવા કોઇ પણ હોદ્દેદાર તૈયાર નથી, પરંતુ ઓગસ્ટ મહિનાના અંતમાં અમરનાથયાત્રાની પૂર્ણાહુતિ પછી BJPતરફથી સરકાર રચવાની જાહેરાતની શકયતા દર્શાવતી અનેક રસપ્રદ ધટનાઓ બનતી રહી છે. એ શકયતાની ચર્ચા BJPઅને PDPબન્ને પક્ષોનાં સૂત્રો ધણા વખતથી કરે છે. દરમ્યાન છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી નવીદિલ્હી અને શ્રીનગર વચ્ચે હાઇ-પ્રોફાઇલ પોલિટિકલ ટ્રાફિક નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે.(૨૨.૪)

(2:32 pm IST)