મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

માર્કેટ હાલ ધણા રસપ્રદ તબક્કે

અદિતિ કોઠારી કહે છે... હજુ વૃધ્ધિની આશા

મુંબઇ તા. ૧૨ : ડીએસપી જૂથે તાજેતરમાં કંપનીના એક માત્ર માલિક બનવા માટે ડીએસપી બ્લેક રોક ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સમાં બ્લેક રોકનો ૪૦ ટકા હિસ્સો ખરીદ્યો છે.  શ્રી હેમેન્દ્ર કોઠારીની માલિકીનું ડીએસપી જૂથ ભારતનું સૌથી જૂનું અને સૌથી વધુ આદરણીય ફાયનાન્શિયલ સેવા આપતી કંપની છે જેણે પોતાનો સ્ટોક બ્રોકીંગનો બિઝનેસ ૧૮૬૦માં શરૂ કર્યો હતો. આ વેપારી પરિવારની અગાઉની પેઢીના સભ્યોએ ૧૮૭૦માં બોમ્બે સ્ટોક એકસચેન્જની સ્થાપનામાં અમુલ્ય યોગદાન આપ્યું છે. છેલ્લાં ૧૫૨ વર્ષથી આ જૂથની પાછળ પરિવારના સભ્યોનો મૂડીબજાર અને નાણાબજારની વૃદ્ઘિ અને વ્યવસાયીકરણમાં પ્રભાવશાળી હિસ્સો રહ્યો છે.

 

અદિતિ કોઠારી જનવિઆ મુજબ જયાં સુધી ફિકસ્ડ ઇન્કમ માર્કેટનો સવાલ છે ત્યાં સુધી દરમાં થતો કોઇ પણ વધારો રોકાણકારો માટે આવકાર્ય છે.સરકાર અને બેંકો પાસેથી નાણાની માગમાં વધારો થવાથી અમે વૃદ્ઘિની ગતિની અપેક્ષા રાખી રહ્યા છીએ. અમે ફંડ્ઝમાં ઓછી અવધિ જાળવી રાખતા બોન્ડ્સ પર ઓછુ વજન ધરાવીએ છીએ. અમે નિશ્ચિત આવક રોકાણની કલોઝ એન્ડેડ અને ઓપન એન્ડેડ ફંડમાં વહેંચણી કરવાની ભલામણ કરીએ છીએ. આ માત્ર ઉચ્ચ સંસાધનો (ફિકસ્ડ મેચ્યોરિટી પ્લાન) કમાવવા માટે જ નહીં પરંતુ નીચલા સમયગાળાના પ્રોફાઇલ પર કામ કરતા ઓપન એન્ડેડ ફંડમાં ફાળવણીથી મેચ્યોરિટીના રોલ ડાઉનમાં ફાયદો થાય છે.(૨૧.૧૩)

(2:31 pm IST)