મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

નગ્ન થઇને યુવતીઓને કરતો હતો વીડિયો કોલ : ધરપકડ

ભોપાલ તા. ૧૨ : પોલીસની સાઈબર સેલે દિવ્યાંગ યુવતીઓને અશ્લીલ વીડિયો કોલિંગ કરવાના આરોપસર એક વ્યકિતની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે આરોપી યુવક પોતે પણ મૂક-બધીર છે. તે દિવ્યાંગ યુવતીઓને નિર્વસ્ત્ર થઈને અલગ અલગ નંબર્સથી કોલ કરતો હતો. આ પછી પોલીસને જયારે જાણ થઈ ત્યારે બુધવારે આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી વિશે એમપી સાઈબર સેલની ઈન્દોર યુનિટના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે આ ધટનામાં અમોલ ગાયકવાડ (૨૭)ની મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. અમોલ હોટલમાં કામ કરે છે. તેણે જણાવ્યું કે ઈન્દોરની બે મૂક બધિર યુવતીઓએ રાજય સાઈબર સેલ ગત મહિને ફરિયાદ કરી હતી.

અમોલ એક હોટલમાં કામ કરે છે. તેણે જણાવ્યું કે ઈન્દોરમાં બે મૂક-બધિર યુવતીઓએ રાજય સાઈબર સેલને ગત મહિને ફરિયાદ આપતા કહ્યું હતું કે કોઈ અજાણ્યું નકાબધારી વ્યકિત નિર્વસ્ત્ર થઈને અલગ અલગ મોબાઈલ નંબરથી વીડિયો કોલિંગ કરતો હતો. આ વીડિયો કોલ મોટાભાગે વોટ્સએપ દ્વારા કરતો હતો.સિંહે જણાવ્યું કે તેની સાંકેતિક ભાષાઓના એકસપર્ટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ યુવકે મૂક બધિર યુવતીઓને અશ્લીલ વીડિયો કોલિંગ કરવાની વાત કબૂલ કરી હતી. પોલીસે જણાવ્યું કે મૂક બધીર સમુદાયના વોટ્સએપ ગ્રુપમાંથી નંબર મેળવ્યો હતો. એસપી સિંહે જણાવ્યું કે આઈટી એકટ હેઠળ તેનો મોબાઈલ જપ્ત કરીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે.(૨૧.૧૩)

(2:31 pm IST)