મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

કર્ણાટકમાં પોલીસકર્મીને આદેશ :ત્રણ મહિનામાં મેદસ્વીપણું ઓછું કરો, નહીં નોકરીમાંથી બરતરફ

બેંગ્લુરુ :કર્ણાટક પોલીસ તેમના જવાનોની ફિટનેસને લઈને એટલી ગંભીર છે કે તેમણે તેમના 14,000 પોલીસ જવાનોને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. આ ત્રણ મહિનામાં જવાનોએ તેમનું મેદસ્વીપણું ઘટાડવું પડશે. નહીંતર નોકરીમાંથી બરતરફ પણ કરવામાં આવી શકે છે. KSRPએ તેમના પ્લાટૂન કમાન્ડરને આદેશ આપ્યો છે કે જે પોલીસકર્મીઓનું વજન વધારે અને પેટ ફૂલેલાં હોય તેમને અલગ તારવવામાં આવે.

(2:02 pm IST)