મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

ભારત પાસે દુનિયાની ચોથી સૌથી મોટી સૈન્ય શક્તિઃ રિપોર્ટ

પાકિસ્તાન ગયા વર્ષના 13માં નંબરેથી આ વર્ષે 17માં ક્રમાંકે ઘકેલાઈ ગયુ

નવી દિલ્હી :ગ્લોબલ ફાયર પાવરે 2018ના ઇન્ડેક્સ માટે 136 દેશોની સૈન્ય શક્તિનું આકલન કરતો એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં સૈન્ય તાકાતના મામલે ભારત દુનિયામાં ચોથા નંબર પર યથાવત છે. જ્યારે પાકિસ્તાનની સૈન્ય શક્તિમાં ઘટાડો થયો છે. પાકિસ્તાન ગયા વર્ષે 13માં નંબરે હતુ તે આ વર્ષે 17માં ક્રમાંકે ઘકેલાઈ ગયુ છે. જ્યારે લિસ્ટમાં પ્રથમ નંબરે અમેરિકા અને બીજા નંબરે રશિયા છે.

(1:59 pm IST)