મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

BSNL દ્વારા શરૂ કરવામાં આવી દેશની પ્રથમ ઈન્ટરનેટ ફોન સર્વિસ

૨૫ જુલાઇથી ગ્રાહકો મોબાઇલ એપથી કોઇ પણ નંબર ડાયલ કરી શકશે

નવિ દિલ્હી તા. ૧૨ : જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL એ ગઇ કાલે દેશમાં એની પ્રથમ ઈન્ટરનેટ ટેલિફોન સર્વિસ લોન્ચ કરી હતી. હવે BSNLના ગ્રાહકો કંપનીની મોબાઇલ એપ - વિંગ્સ દ્વારા ભારતના કોઇ પણ ટેલિફોન નંબરને ડાયલ કરી શકે છે. આ પૂર્વે મોબાઇલ એપ્સ પર ફોનકોલ્સ ખાસ એપના વપરાશકારોને થઇ શકતા હતા અને ટેલિફોન નંબર પર નહી. સર્વિસના ઉદઘાટન બાદ ટેલિકોમપ્રધાન મનોજ સિંહાએ કહ્યુ હતુ કે 'વર્તમાન સ્પર્ધાત્મક માહોલમાં BSNLએ બજારહિસ્સો વધાર્યો છે એ પ્રશંસાપાત્ર છે.હું ઈન્ટરનેટ ટેલિફોન માટે BSNLના મેનેજમેન્ટને અભિનંદન આપુ છુ. આ સર્વિસથી ગ્રાહકો સિમ-કાર્ડ વિના કોલ કરી શકશે.' BSNLના ગ્રાહકો BSNL કે અન્ય કોઇપણ સર્વિસ પ્રોવાઇડર વાઇ ફાઇ દ્વારા કોલ કરી શકશે. આ સર્વિસ માટેનુ રજીસ્ટ્રેશન આ સપ્તાહમાં શરૂ કરવામાં આવશે અને સર્વિસને ૨૫ જુલાઇ થી સક્રિય કરવામાં આવશે. આ સર્વિસ માટે સબસ્ક્રાઇબરે વાર્ષિક ૧૦૯૯ રૂપિયા ચૂકવવા પડશે.(૧૭.૩)

(11:57 am IST)