મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

આધ્યાત્મિક ગુરૂ દાદા વાસવાણીનું નિધન

પૂણેમાં આજે સવારે ૯ વાગ્યે લીધા અંતિમશ્વાસ : તેમનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૧૮ના રોજ હૈદરાબાદમાં થયો હતોઃ ૯૯ વર્ષના હતાઃ દાદા વાસવાણીએ શાકાહાર અને પશુ અધિકારોને પ્રોત્સાહન આપવા માટે કર્યા હતા અનેક કાર્યો

નવી દિલ્હી તા. ૧૨ : આધ્યાત્મિક ગુરૂ દાદા જેપી વાસવાણીનું નિધન થયું છે. તેઓ ૯૯ વર્ષના હતા. ઓગસ્ટ મહિનામાં તેઓ ૧૦૦ વર્ષની ઉંમરે પહોંચવાના હતા. તેઓ પશુ અધિકારોને પ્રોત્સાહન આપવા માટે જાણીતા હતા. તેઓ અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ પુસ્તકો લખી ચુકયા છે. આજે સવારે ૯ વાગ્યે તેઓએ અંતિમશ્વાસ લીધા. સાધુ વાસવાણી મિશન પૂણેમાં આવેલ એનજીઓના વિશ્વભરમાં અનેક કેન્દ્રો છે. તેઓનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૧૮ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેઓ ત્રણ બહેન અને ચાર ભાઇ હતા. તેમના પિતા હૈદરાબાદમાં એક શાળામાં શિક્ષક હતા. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના ૯૯માં જન્મદિવસ સમારોહને સંબોધિત કર્યું હતું.  દાદા વાસવાણી સાધુ વાસવાણીના મિશનના પ્રમુખ હતા, જેને તેમના ગુરૂ ટીએલ વાસવાણીએ શરૂ કર્યું હતું. આધ્યાત્મિક ગુરૂ તરીકે દાદા વાસવાણીએ વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

 

(3:04 pm IST)