મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

શેર બજારમાં તેજીનો વરસાદઃ સેન્સેકસ લાઈફ ટાઈમ હાઈ

કંપનીઓના ઉત્સાહજનક ત્રિમાસિક પરિણામોની આશા, ક્રુડ ઓઈલમાં નરમાશ, ટ્રેડવોરની ચિંતાના વાદળો વિખેરાયા, રૂપિયામાં આવેલી તેજી, ફોરેન ઈન્વેસ્ટરો દ્વારા ખરીદીને કારણે સેન્સેકસ ૩૬૬૧૬ની સપાટીએ તથા નીફટી ૧૧૦૦૦ ઉપર : ઓલરાઉન્ડ લેવાલીઃ રિલાયન્સમાં પૂરપાટ તેજીઃ ઈન્વેસ્ટરોમાં ખુશાલીનો માહોલઃ બપોરે ૨.૧૫ કલાકે સેન્સેકસ ૩૪૫ અને નીફટી ૯૪ પોઈન્ટઅપઃ રૂપિયો ૬૮.૫૪

મુંબઈ, તા. ૧૨ :. કંપનીઓના ઉત્સાહજનક ત્રિમાસિક પરિણામો આવવાની આશા, ક્રુડ ઓઈલમાં નરમાશ, અમેરિકા અને ચીન વચ્ચે વાતચીત તથા ટ્રેડવોર દૂર થવાની શકયતા, ફોરેન ઈન્વેસ્ટરો દ્વારા ખરીદીને કારણે આજે કારોબારી હપ્તાના ચોથા દિવસે આજે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેકસ જ્યાં ૩૬૬૦૦ની ઉપર જોવા મળે છે જ્યારે નિફટીએ ૧૧૦૦૦નુ સ્તર વટાવ્યુ છે. સેન્સેકસ ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આજે બજારમાં ઓલ રાઉન્ડ લેવાલી જોવા મળી રહી છે.

સેન્સેકસ બપોરે ૨.૧૫ કલાકે ૩૪૫ પોઈન્ટ વધીને ૩૬૬૧૬ અને નીફટી ૯૫ પોઈન્ટ વધીને ૧૧૦૪૨ ઉપર ટ્રેડ કરી રહ્યા છે. ડોલર સામે રૂપિયો ૬૮.૫૪ ઉપર છે. આજે શેર બજારે નવો ઈતિહાસ પણ રચી દીધો છે. છેલ્લે જાન્યુઆરીમાં સેન્સેકસે રેકોર્ડ હાઈ બનાવ્યો હતો ત્યારે તે ૩૬૪૭૬ ઉપર પહોંચ્યો હતો. છેલ્લા ૩ ટ્રેડીંગ સેશનમાં સેન્સેકસ ૭૦૦ પોઈન્ટ અપ થયો  છે.  આજે રીલાયન્સનો શેર જબરો ઉછળ્યો છે. આ લખાય છે ત્યારે રીલાયન્સનો શેર ૪.૯૯ ટકા વધીને ૧૦૮૮ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આજે બજારમાં ચોતરફા ખરીદી જોવા મળી હતી. બેન્કીંગ શેરોમા વધુ તેજી હતી. આ તેજી સાથે રિલાયન્સ ઈન્ડ. ૧૦,૦૦૦ કરોડ ડોલરની કંપની બની ગઈ છે. કંપનીની માર્કેટ કેપ ૬.૬૯ લાખ કરોડ પહોંચી ગઈ છે. આજે મીડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ તેજી હતી. બેન્ક, ફાર્મા અને મેટલ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો ૧૯ પૈસા સુધર્યો છે.

રીલાયન્સ ૧૦૮૮, યશ બેન્ક ૩૮૦, એચડીએફસી ૧૯૬૮, એલ એન્ડ ટી ૧૨૯૮, જીએમઆર ૧૭.૯૦, ટાઈમ ટેકનો. ૧૪૨, બલરામપુર ૬૭.૬૨, બજાજ ઈલે. ૫૬૫, વેદાંતા ૨૧૫, ઈન્ફોસીસ ૧૨૯૩, પ્રાજ. ૭૮.૯૫, ટાટા પાવર ૭૦, સદભાવના ૨૮૬, આઈઆરબી ૨૦૫, વક્રાંગી ૫૨.૩૫, અદાણી પાવર ૧૯.૨૫ ઉપર છે.(૨-૨૬)

 

(3:07 pm IST)