મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

કાશ્મીરના શોપિયામાં ગ્રેનેડ સાથે રમતા હતા બાળકો:બ્લાસ્ટ થતા એકનું મોત:ચાર ઘાયલ

શ્રીનર :જમ્મુ કાશ્મીરના શોપિયામાં એક ધ્રુજાવી દેનારી ઘટાના સામે આવી છે. અહીં એક દિવસ પહેલા એન્કાઉન્ટર થયુ હતુ. જેમાં સુરક્ષા દળે બે આતંકીને ઠાર કર્યા હતા. પરંતુ તે દરમિયાન અહિં એક ગ્રેનેડ રહી ગયો હતો. બાળકોએ આ ગ્રેનેડ ઉઠાવી લીધો હતો. તેમજ તેની સાથે રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બ્લાસ્ટ થતા એક બાળકનું મોત થયુ છે જ્યારે 4 બાળકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે.

(12:00 am IST)