મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

ભારતે ફ્રાન્સને ધકેલ્યું પાછળ:બની ગયું વિશ્વનું છઠ્ઠુ સૌથી મોટું અર્થતંત્ર

 

નવી દિલ્હી :વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર ભારત દુનિયાનું છઠ્ઠ સૌથી મોટુ અર્થતંત્ર બની ગયુ છે. આપને જણાવી દઈએ કે ભારતે ફ્રાન્સને પાછળ છોડી ક્રમાંક હાસિલ કર્યો છે. ફ્રાન્સનું અર્થતંત્ર 2017માં 2.58 ટ્રિલિયન ડોલર (177 લાખ કરોડ રૂપિયા) હતું. જ્યારે ભારતનું અર્થતંત્ર 2.59 ટ્રિલિયન ડોલર (178 લાખ કરોડ રૂપિયા) થયું. ભારત 2032 સુધીમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે.

(12:00 am IST)