મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

અમેરિકાના ફલોરિડામાં શિવાલી વ્‍યાસ સાથે ભારતીય યુવતિઓના ધૂમર ડાન્‍સથી દર્શકો આફરિનઃ ૪ જુલાઇના રોજ અમેરિકાના સ્‍વાતંત્ર્ય દિન નિમિતે યોજાયેલા પ્રોગ્રામમાં રજુ કરાયેલા ધૂમર ડાન્‍સએ ધૂમ મચાવી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃઅમેરીકાના ટેમ્પા   ફ્લોરિડામાં અમેરિકાના સ્વતંત્ર  દિવસ  4 થી જુલાઈ 2018 ના દિવસે  યુનિવર્સિટી ઑફ ફ્લોરિડાના પટાંગણમાં શિવાલી  વ્યાસે ટેમ્પાની  ભારતીય  બહેનો  સાથે  પ્રખ્યાત ઘૂમર ડાન્સ  કર્યો।  અમેરિકાના રાષ્ટ્રધ્વજના લાલ,બ્લુ એન્ડ સફેદ રંગના ડ્રેસ સાથે 21 બહેનો ડાન્સ કર્યો

શિવાલી વ્યાસ અમેરિકામાં જન્મેલી  અને અમદાવાદની  સ્કુલમાં ભણેલી ગુજરાતી દીકરી ટેમ્પામાં  પ્રોફેશનલ કોરીઓગ્રાફર છે  અને અનેકવાર  ભારતની સંસ્કૃતિ ના ડાન્સ પ્રોગ્રામ કરે છે, ભારતીય  સંસ્કૃતિ નો પ્રચાર અમેરિકામાં જન્મેલા ઇન્ડિયન બાળકોથી  લઈને મોટી ઉમ્મરની બહેનોને ડાન્સ શીખવે  છે, ટેમ્પામાં યોજાતા વાર્ષિક ઇન્ડિયા ફેસ્ટિવલમા  રાસ, ગરબા, ભાંગડા ,લાવણી વિ  વિવિધ ડાન્સ રજુ કરે છેતેનો 4 જુલાઈ 2018 નો રજુ કરેલો પ્રખ્યાત ઘૂમર ડાન્સ youtube ઉપર ધૂમ મચાવી રહ્યો છે તેવું શ્રી જય જગદીશ વ્‍યાસની યાદી દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)