મુખ્ય સમાચાર
News of Thursday, 12th July 2018

પિતૃસત્તા + જનસંખ્યા + નિરક્ષરતા + દારૂ + પોર્ન + ટેક્નોલોજી + અરાજક્તા = રેપિસ્તાન! જમ્મુ-કાશ્મીરનો પહેલો UPSC ટોપર ફેસલ શાહ મુશ્કેલીમાં ફસાયોઃ દુષ્‍કર્મ અંગે ટ્વિટ કરવાનું ભારે પડ્યું

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના UPSC ટોપર ફેસલ શાહ મુશ્કેલીમાં ફસાયો છે. દુષ્‍કર્મ અંગે ‌ટ્વિટ કરતા તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારને શાહ ફૈસલ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીર સરકારને અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનું કહ્યું છે. થોડા દિવસ પહેલા શાહે રેપની વધતી ઘટનાઓ પર ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, પિતૃસત્તા + જનસંખ્યા + નિરક્ષરતા + દારુ + પોર્ન + ટેક્નોલોજી + અરાજક્તા = રેપિસ્તાન!

મંગળવારે જ્યારે ફૈસલ સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો આદેશ અપાયો તો તેણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેને પોતાની નોકરી જવાનો ડર નથી. તેમણે વધુમાં કહ્યું કે, મારી નોકરી જઇ શકે છે પરંતુ દુનિયા સંભાવનાઓથી ભરેલી છે.

ફૈસલે વધુમાં કહ્યું કે, સરકારી અધિકારીની એક છાપ છે.જે ગુમનાન છે. તેમને ચર્ચા કરવી નથી. તેમની ચારે બાજુમાં જે કંઇ પણ બની રહ્યું છે તેને જોઇને પોતાની આંખો બંધ કરીલે. પરંતુ હવે બદલવાની જરૂર છે.

મંગળવારે શાહ ફૈસલે એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટ સાથે તેમણે એ લેટર પણ શેર કર્યો છે કે, તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું છેકે, દક્ષિણ એશિયામાં રેપ-કલ્ચર સામે મારા મજાક ભરેલા ટ્વિટ ઉપર મારા બોસનો લવ લેટર. હું નિયમોમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઉપર ભાર મુકવા માટે આ પોસ્ટ શેર કર્યો છે.

લેટરમાં લખ્યું છે કે, તમારા દ્વારા આપવામાં આવેલા અનેક રેફરન્સ પહેલી નજરમાં અખિલ ભારતીય સેવા નિયમોના બંધારણનું ઉલ્લંઘન છે. 35 વર્ષના ફૈસલ રાજ્ય પ્રવાસન વિભાગમાં અધિક સચિવ છે. તેઓ અત્યારે માસ્ટર ડિગ્રી માટે અમેરિકામાં છે.

(12:00 am IST)