મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

બાળકનો જન્મ થયોને માતા પરીક્ષા આપવા બેઠી

પશ્ચિમ ઇથોપિયાના મેટુનાં ૨૧ વર્ષનાં અલમાઝ દિરીસે એવું વિચાર્યું હતું કે તેમની સેકંડરી સ્કૂલની પરીક્ષા તેમના બાળકના જન્મ પહેલાં જ આવી જશે. પરંતુ રમજાન મહિનાને કારણે તેમની પરીક્ષા પાછળ ગઈ.

તેમની પ્રથમ પરીક્ષાના દિવસે સોમવારે જ તેમણે એક દવાખાનામાં બાળકને જન્મ આપ્યો.  અલમાઝ કહે છે, 'તેઓ ગર્ભવતી હતાં, ત્યારે વાંચવામાં કોઈ તકલીફ પડી નથી કારણ કે તેઓ ગ્રેજયુએટ થવામાં વધુ એક વર્ષ રાહ જોવા નહોતા માગતા.'

તેમણે સોમવારે દવાખાનામાંથી પોતાની અંગ્રેજી, અમ્હેરિક અને ગણિતની પરિક્ષા આપી. બાકીનાં વિષયોની પરિક્ષા તેઓ આગામી બે દિવસોમાં આપશે.

(3:29 pm IST)