મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

સંક્રમણ રેટ 10 ટકાથી વધુ હોય તેવા જિલ્લામાં દોઢથી બે મહિનાનું લોકડાઉન ખુબ જરૂરી :ICMRની ચેતવણી

દેશમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકાની આસપાસ:734 માંથી 310 જિલ્લામાં રેટ સમાંતર

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેરને પરિણામે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તેવામાં આ મહામારીને નાથવામાં માટે દેશનાં વિવિધ રાજ્ય પણ અલગ-અલગ રણનીતિ બનાવતા હોય છે. અત્યારે મોટાભાગનાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લોકડાઉન લાદવામાં આવ્યું છે. તેથી જ આ પરિસ્થિતિ અંગે ICMR નાં હેડ ડૉ. બલરામ ભાર્ગવે સલાહ આપી હતી કે જે પણ જિલ્લામાં કોરોનાનો સંક્રમણ રેટ 10 ટકાથી વધુ હોય ત્યાં 6 થી 8 સપ્તાહનું લોકડાઉન લાદવું અત્યંત આવશ્યક છે. ભાર્ગવે મંગળવારનાં રોજ જણાવ્યું હતું કે અત્યારે ભારત દેશમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકાની આસપાસ છે. 734 માંથી 310 જિલ્લામાં આ રેટ સમાંતર છે અથવા તો આના જેટલો જ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની ચેન તોડવા માટે 31મી મે સુધી લોકડાઉન લંબાવાયુ છે. જોકે, જીવનજરૂરી ચીઝવસ્તુની દુકાન ખુલી રાખવાની છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં 10મી મે સુધી કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો.

(12:25 am IST)