મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

મોડી રાત્રે નરેન્દ્રભાઈએ હાઈલેવલ મીટિંગ બોલાવી: ઓક્સિજન, ઇન્જેક્શન અને મ્યુકરમાઇકોસીસ રોગ માટે અધિકારીઓને તાબડતોબ પગલા માટે આદેશ આપ્યા

નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ અંગે નરેન્દ્રભાઈ  મોદીએ આજે બુધવારે રાત્રે હાઈ લેવલની બેઠક કરીને અધિકારીઓને ઓક્સિજન સપ્લાય સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.

મોડી રાતે ટોચના અધિકારીઓની સાથે બેઠક યોજીને કોરોના સ્થિતિની સમિક્ષા કરીને વડાપ્રધાનશ્રીએ કેટલાક આદેશ આપ્યા હતા. અધિકારીઓએ પ્રધાનમંત્રીને ઓક્સિજન સપ્લાય, દવાઓની ઉપલબ્ધતાથી વાકેફ કરાવ્યા હતા

બેઠકમાં શ્રી મોદીને જાણકારી આપવામાં આવી કે સરકાર કોરોનાની સાથે બ્લેક ફંગસની દવાઓની સપ્લાય અંગે પણ દેખરેખ રાખી રહી છે. બેઠકમાં હાજર રહેલા તમામ મંત્રીઓએ જણાવ્યું કે દવાઓનું પ્રોડક્શન વધારવા માટે મેન્યુફેક્ચરર્સના સંપર્કમાં છે.

રાજ્યોને જરુરી દવાઓનો સપ્લાય આપવામાં આવી રહ્યો છે તેવું પણ વડાપ્રધાનશ્રીને જણાવાયું હતું. તેમણે મંત્રીઓને જણાવ્યું કે ફાર્મા સેક્ટર અને સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ જેથી કરીને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે.

(11:31 pm IST)