મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

વિરૂષ્કાએ કોરોના રાહત ફંડ માટે પાંચ કરોડ ભેગા કર્યા

દેશમાં કોરોનામાં સેલિબ્રિટિસ દ્વારા સહાયનો દોર : આ રકમ એનજીઓને આપશે, જેમાંથી જરુરિયાતમંદોને ઓક્સિજન, દવાઓ અને વેક્સિનેશન માટે મદદ કરાશે

નવી દિલ્હી, તા. ૧૨ : દેશમાં કોરોના સંક્રમણ વચ્ચે કોરોનાના દર્દીઓને મદદ કરવા માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કાએ શરુ કરેલા ડોનેશન કેમ્પેઈનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.

વિરાટ અને અનુષ્કાએ જાહેર કર્યુ હતુ કે, અમારુ લક્ષ્ય સાત દિવસમાં સાત કરોડ રુપિયા એકઠા કરવાનુ છે. સુપર સ્ટાર દંપતિએ તેની શરુઆત પોતે બે કરોડ રુપિયા આપીને કરી હતી. જોકે હવે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે અને પાંચ જ દિવસમાં તેમણએ પાંચ કરોડ રુપિયા એકત્રિત કર્યા છે. હવે બે દિવસમાં આ ટાર્ગેટ પુરુ કરવા માટે તેમને બીજા બે કરોડ રુપિયાની જરુર છે.

આ રકમને વિરાટ તથા અનુષ્કા એક એનજીઓને આપશે.જેમાંથી જરુરિયાતમંદોને ઓક્સિદન, દવાઓ અને વેક્સીનેશન માટે મદદ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં ચારે તરફ લોકો બેહાલ હોવાથી અનુષ્કા શર્માએ પોતાનો જન્મ દિવસ પણ સેલિબ્રેટ નોહોતો કર્યો. અનુષ્કાએ કહ્યુ હતુ કે, લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે સેલિબ્રેશન યોગ્ય નથી.

(9:48 pm IST)