મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

કોરોનાં 'કિલન બોલ્ડ' થયાનું ભારતે માની લીધુઃ સમય પહેલા દેશને 'અનલોક' કરી દીધો

ભારતમાં સ્થિતિ ગંભીર કેમ થઇ? નિષ્ણાતો જણાવે છે કારણ : ભારત ભ્રમમાં રહ્યું કે બધુ ઠીક થઇ ગયું: હવે કિંમત ચૂકવવી પડી રહી છે

નવી દિલ્હી તા. ૧ર :.. અમેરિકાના ટોચના વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચીએ સાંસદોને કહ્યું કે ભારતે ખોટી ધારણા રાખી કે કોરોનાની મહામારીનો અંત આવ્યો છે. અને સમય પહેલા દેશનું લોકડાઉન ખોલી નાખ્યું. જેનાથી તે ગંભીર સંકટમાં ફસાય ગયું છે. ભારત કોરોનાની બીજી લહેરથી હાંફી ગયું છે. અને અનેક રાજયોમાં હોસ્પિટલ સ્વાસ્થ્ય કર્મીઓ, રસી, ઓકસીજન, દવાઓ અને બ્રેડની અછત ભોગવી રહ્યા છે.

ટોચના વિશેષજ્ઞ ફાઉચે કોરોનાની પ્રક્રિયા પર સુનાવણી દરમ્યાન સેનેટનું સ્વાસ્થ્ય, શિક્ષણ, શ્રમ તેમજ પેન્શન સમિતિએ કહયું કે ભારત જે ગંભીર સંકટમાં છે. તેનું કારણ છે કે ત્યાં વાસ્તવિક રીતે આંકડા વધી રહ્યા હતા અને બીજી બાજુ ખોટી ધારણા બનાવી કે કોરોનાનો અંત આવ્યો. પરંતુ બન્યુ એવું કે સમય પહેલા લોકડાઉન પૂર્ણ કરીને જોવા મળ્યું કે હવે આ કોરોના ઘાતકી સાબિત થયો છે.

સુનાવણીની અધ્યક્ષતા કરી રહેલા સેનેટર પેટી મુરેએ કહયું કે ભારતમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની લહેર એ વાતની દર્દનાક યાદ અપાવે છે કે અમેરિકી અહીયા ત્યાં સુધી વૈશ્વીક મહામારીને સમાપ્ત નહિ કરી શકે ત્યાં સુધી દરેક જગ્યાએ કોરોનાનો ખાત્મો થાય નહિ. તેઓએ કહયું મને ખુશી છે કે બાઇડન પ્રશાસન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં ફરી સામેલ થઇને વૈશ્વીક લડાઇનું નેતૃત્વ કરી રહ્યું છે.  મુર્રેએ વધુમાં ઉમેર્યુ કે, ભારતનો પ્રકોપ આ વૈશ્વીક મહામારી તથા ભવિષ્યના આવનારા સંકટ પ્રત્યે યોગ્ય પ્રતિક્રિયા આપવા માટે અમેરિકામાં મજબુત સાર્વજનિક સ્વાસ્થ્ય માળખાની જરૂરીયાતને રેખાંકિત કરે છે. અમેરિકા ભારતના સંકટથી શું શીખ મેળવે તે અંગે ફાઉચી એ કહયું સૌથી મહત્વપૂર્ણ એ છે કે સ્થિતિને  કયારેય પણ હળવાશથી લેવી જોઇએ નહિ.

(3:53 pm IST)