મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

પ્લાઝમાં થેરાપીના કારણે વાયરસ મ્યુટેટ થવાનું જોખમ

પ્લાઝમા થેરાપી નથી અસરકારક એટલે તેને તાત્કાલિક બંધ કરો દેશના હેલ્થ વૈજ્ઞાનિકોએ લખ્યો પત્ર

નવીદિલ્હીઃ દેશના મુખ્ય હેલ્થ વૈજ્ઞાનિકો, પબ્લીક હેલ્થ નિષ્ણાંત અને ડોકટરોના એક સમુહે દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અને આઈસીએમઆરને પત્ર લખીને સ્પષ્ટ કહ્યું છે કે કોરોનાની સારવારમાં કોન્વલસન્ટ પ્લાઝમાં થેરાપીની કોઈ ફાયદો નથી થતો. તેનાથી દર્દીઓને તો કોઈ ફાયદો નથી થતો ઉલટું કોરોના મ્યુટેટ થઈ રહ્યો છે. દેશના મુખ્ય ૧૮ લોકોના આ ગ્રુપે ઘણાં મહત્વપૂર્ણ સવાલો પણ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે આઈસીએમઆરની ગાઈડલાઈનના કારણે ભ્રમની સ્થિતી ઉત્પન્ન થઈ રહી છે. આઈસીએમઆરએ પ્લાઝમા થેરાપીનો ઉપયોગ ઓફલેબલ કરવા કહ્યું છે એટલે કે બિન અધિકૃત રીતે.

આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય નિષ્ણાંત ડો.સૌમ્યદીપ ભૌમિકે પત્રકારોને કહ્યું કે દેશમાં જ ૧૧ હજાર દર્દીઓ પર આઈસીએમઆરનું મોટું રિસર્ચ થઈ ચુકયું છે. જેમાં સ્પષ્ટ થઈ ગયું છે કે પ્લાઝમા થેરાપી કોરોનાની સારવારમાં મદદ નથી કરતી ત્યારે આઈસીએમઆરએ કોઈ ગફલત ન રાખવી જોઈએ.

(3:47 pm IST)