મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

ચાલો આપણે નેગેટીવ વિચારોને તિલાંજલી આપીએ

આપણે અત્યારે આવતીકાલે આપણે શું કરવું તે અંગે વિચારવાની જરૂર છે કેમકે આપણે હજુ પણ જાણી નથી શકયા કે કોરોના વાયરસ કાલે શું કરશે ? આંધળાઓને હાથી સામે મુકીએ અને જે રીતે વર્ણન કરે તેવી રીતે ડોકટરો, નેતાઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ વાયરસ અંગે અટકળો કરી રહ્યા છે. પણ સાચી વાત તો એ છે કે તેમાંથી કોઇ પણ વ્યકિત વાયરસ ભવિષ્યમાં શું કરશે તે અંગે કંઇ જ નથી જાણતા. લોકો વાયરસના અલગ અલગ વેરીયન્ટની વાતો કરી રહ્યા છે. રસીની વાયરસ પર કેવી અને કેટલા ટકા અસર થશે, રસી કોને આપવી જોઇએ વગેરે વાતો કરે છે. પણ તમે આખા વિશ્વને કયારે રસી આપશે તેવી મૂળ વાત નથી કરતા. એટલે આપણને રસી મળે ત્યાં સુધી રાહ જોવાની છે અને તે સમય દરમિયાન આપણાથી આપણા ભલા માટે જે કંઇ થઇ શકે તે કરવાનું છે.

આના માટે આપણે આપણી શારીરિક, માનસીક શકિતઓ વધારવાની છે. આગામી એક મહિનામાં તમારે અત્યારે તમારી જે કંઇ પણ શારીરિક તથા માનસિક ક્ષમતા હોય તેમાં ૧૦ ટકા વધારો કરવો જોઇએ. આના દ્વારા જ આપણે બહાર નીકળવા માટે સક્ષમ બની શકીશું. કોરોનાથી અર્થવ્યવસ્થાને આટલું નુકસાન થશે, આટલા લોકોની નોકરી જશે, આટલા મોત થયા વગેરે બાબતે વિચારવા કરતા આપણે આપણી જાત વિષે વિચારીએ તો આપણે વધુ સક્ષમ બની શકીશું. તો ચાલો આપણે આવા નેગેટીવ વિચારોને આપણાથી દૂર રાખીશે. (૨૧.૩૫)

- સદ્ગુરૂ જગ્ગી વાસુદેવજીની

અદ્ભૂત વાણી...

(3:10 pm IST)