મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

આગામી ૨૪ કલાકમાં યુપી, પંજાબ, રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ પડશે

પ.બંગાળ, ઓરીસ્સા, બિહાર, છતીસગઢ, કેરળ, લક્ષદ્રીપમાં પણ વરસાદની આગાહી

નવી દિલ્હીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે. આગામી ૨૪ કલાક દરમિયાન પંજાબ, હરીયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે તેમજ એકાદ બે સ્થળોએ કરા પડવાની પણ સંભાવના છે. પશ્ચિમ બંગાળ, ઓરીસ્સા, બિહારના અમુક ભાગો, છત્તીસગઢ, કેરળ અને લક્ષદ્રીપના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદની શકયતા છે.

જમ્મુ-કાશ્મીર, ગિલગીટ, બાલ્ટીસ્તાન, મુઝરાફાદ, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટકના અમુક ભાગો, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરા, ઝારખંડના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

સ્કાયમેટ વેધરના ઉપાધ્યક્ષ શ્રી મહેશ પાલાવતે જણાવ્યુ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લદાખના પૂર્વ ભાગમાં ચાલ્યુ ગયું છે. બીજુ એક વેર્સ્ટન ડિસ્ટર્બન્સ ઇરાનના પૂર્વ ભાગો અને તેની સાથેના અફઘાનીસ્તાન ઉપર સજાર્ય તેવી શકયતા છે.

(12:45 pm IST)