મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

મેમાં રાજ્યો ફકત બે કરોડ ડોઝની ખરીદી કરી શકશે

કેન્દ્રએ કોટા નક્કી કર્યો : સુપ્રીમ સમક્ષ વેકસીન વિતરણની ફોર્મ્યુલા જણાવી

નવી દિલ્હી તા. ૧૨ : કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની સમક્ષ વેકિસન વિતરણનીફોર્મ્યુલા શેર કરવામાં આવી છે. તેના જણાવ્યા મુજબ, રાજય સરકારોને ૧૮-૪૪ ઉંમરના લોકો માટે મે માં અંદાજે ૨ કરોડ ખુરાક આપવામાં આવશે. સાથે એ પણ કહ્યું છે કે આ મહિને વેકસીનની ૮.૫ કરોડ ડોઝ ઉત્પાદન થવાની આશા છે. કેન્દ્રએ કહ્યું કે તે એ ડોઝ માટે પણ કોટા નક્કી કરવામાં આવ્યો છે કે રાજયો દ્વારા સીધી વેકસીન નિર્માતાઓ પાસેથી ખરીદવાની જરૂરિયાત છે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે ૧૮-૪૪ આયુ વર્ગના લોકોની સંખ્યાનાઆધાર પર તે બે કરોડ ડોઝનેરાજયોને મોકલવામાં આવ્યા છે. તેથી સુનિશ્યિત કરવામાંઆવી શકે કે ડોઝનેસમાન રૂપથી વિતરિત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે કેટલાક રાજયોએ ફરિયાદ કરી કે તેની ફાળવણી પૂરતી નથી.

ગયા સપ્તાહના અંતમાં કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાપ્રતિક્રિયા દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે રાજય નિર્માતાઓ પાસેથી પરામર્શ કરીને પ્રત્યેક રાજયોની૧૮-૪૪ ઉંમરના લોકોના આધારે કોટા નક્કી કરવામાં આવ્યો છે.રાજય ફકત નક્કી કરેલી માત્રામાં વેકિસનની ખરીદી કરી શકશે.

કેન્દ્ર સરકારે ભારતમાં વેકિસનનિર્માતાઓ માટે કેટલીક શરતોનેફરજીયાત કરી દીધી છે. તેના મુજબ, વ્યાપકરૂપથી ઉપયોગ કરેલાબન્ને શોટ્સ ભારતમાં બનાવામાંઆવ્યા છે.

(10:55 am IST)