મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

દૈનિક મોતની સંખ્યાએ તોડયો રેકોર્ડઃ સતત ત્રીજા દિવસે કેસ ઘટ્યા

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં રેકોર્ડબ્રેક ૪૨૦૫ લોકોના મોતઃ ૩૪૮૪૨૧ નવા કેસઃ કુલ કેસની સંખ્યા ૨૩૩૪૦૯૩૮ : દેશમાં કુલ મૃત્યુઆંક ૨૫૪૧૯૭: એકટીવ કેસ ૩૭૦૪૦૯૯: અત્યાર સુધીમાં ૧૯૩૮૨૬૪૨ દર્દીઓ સાજા થયા

નવી દિલ્હી, તા. ૧૨ :. દેશમાં કોરોના વાયરસનો કોહરામ હજુ પણ ચાલુ છે. છેલ્લા ૩ દિવસથી ભલે કોરોના વાયરસના કેસમા ઘટાડો થઈ રહ્યો હોય પરંતુ મોતના આંકડા પર કોઈ લગામ જોવા મળતી નથી. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં રેકોર્ડબ્રેક ૪૨૦૫ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૮૪૨૧ નવા કેસ સામે આવ્યા છે એ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨૩૩૪૦૯૩૮ની થઈ છે. રાહતની વાત એ છે કે હવે સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૫૩૩૮ દર્દીઓ સાજા થયા છે. જેને કારણે એકટીવ દર્દીઓની સંખ્યામાં ૧૧૧૨૨નો ઘટાડો થયો છે પરંતુ એકટીવ દર્દીઓની સંખ્યા હજુ પણ ૩૭૦૪૦૯૯ થઈ છે. દેશમાં સંક્રમણનો પોઝીટીવીટી દર ૧૭.૫૬ ટકા થઈ ગયો છે.  દેશમાં કુલ મૃત્યુઆંક ૨૫૪૧૯૭નો થયો છે. અત્યાર સુધીમાં ૧૯૩૮૨૬૪૨ લોકો સાજા થયા છે. રીકવરી રેટ વધીને ૮૨.૭૫ ટકા થયો છે અને એકટીવ કેસ ૧૬.૧૬ ટકા થયો છે.

(10:53 am IST)