મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

૭ દિવસમાં પેટ્રોલ ૧.૬૫ : ડીઝલ ૧.૮૮ રૂપિયા થયું મોંઘુ

૪ મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતાં બંને ઇંધણની કિંમત ઓલટાઇમ હાઇ પર પહોંચી

નવી દિલ્હી તા. ૧૨ : પેટ્રોલ-ડીઝલની કિંમતોએ સામાન્ય જનતાની પરેશાની વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે. આ વધારાથી પેટ્રોલ-ડીઝલ બંનેની કિંમત ઓલટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે ૪ મેથી બંને ઈંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં માત્ર ૭ દિવસના વધારાથી પેટ્રોલ ૧.૬૫ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૯૨ રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૪ મેથી વધારો ચાલુ થયો છે. ત્યારથી લઈને ૭ દિવસની અંદર થયેલા ભાવવધારાને જોઈએ તો પેટ્રોલની કિંમતમાં ૧.૬૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલની કિંમત પણ ૭ દિવસમાં ૧.૮૮ રૂપિયા પ્રતિ લીટર વધી ગઈ છે.

દિલ્હી- પેટ્રોલ ૯૨.૦૫ રૂપિયા અને ડીઝલ ૮૨.૬૧ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૯૮.૩૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૭૫ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૯૩.૮૪ રૂપિયા અને ડીઝલ ૮૭.૪૯ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૨.૧૬ રૂપિયા અને ડીઝલ ૮૫.૪૫ રૂપિયા પ્રતિ લીટર છે.

(10:53 am IST)