મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

દેશમાં કોરોનાના કેસ ઘટયા :13 રાજ્યોમાં 1 લાખથી વધુ અને 17 રાજ્યોમાં 50,000થી ઓછા એક્ટિવ કેસ

દેશમાં નવા કેસ ઘટયા છતાં 16 રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો ચિંતાનો વિષય

નવી દિલ્હી :આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશનાં 18 રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ-લોકડાઉન જેવા નિયંત્રણોનાં કારણે કેસોમાં ઘટાડો થવા માંડ્યો છે. જો કે, 16 રાજ્યોમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે

મંત્રાલયના જણાવ્યા અનુસાર કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, પંજાબ, આસામ, જમ્મુ-કાશ્મીર, ગોવા, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં દરરોજ નવા કેસો વધી રહ્યાં છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 13 રાજ્યો એવાં છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. 6 રાજ્યોમાં 50,000 થી 1 લાખની વચ્ચે એક્ટિવ કેસોની સંખ્યા રહે છે. 17 રાજ્યો એવા છે જ્યાં 50,000થી ઓછા એક્ટિવ કેસ

(9:19 am IST)