મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

સરકારની નવી ગાઇડલાઇન : એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા RTPCR ટેસ્ટ જરૂરી નથી

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવવા સમયે આરટીપીસીઆર ટેસ્ટ્માંથી મુક્તિ

નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાની તાજેતરની સ્થિતિ બાબતે મિડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યોમાં પણ કોરોનાના એક કેસ ઘટી રહ્યા છે, 26 રાજ્યોમાં 15% પોઝિટિવ રેટ છે, જ્યારે 6 રાજ્યોમાં 5થી 15 ટકા કેસ છે, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, ચંડીગઢ, લદાખ, દમણ અને દીવ, લક્ષદીપ, અંદમાન નિકોબારમાં દરરોજ નોંધાતા કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. સાથે સાથે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ બિહાર અને ગુજરાતમાં પણ કોરાણા કેસ ગત ગત સપ્તાહની સરખામણીએ ઘટી રહ્યા છે.

 આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. ઉપરાંત જો કોઈ દર્દી હોસ્પિટલમાંથી રિકવરી થઈને ડિસ્ચાર્જ થઈ રહ્યા હોય તો તેને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. એટલે કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવવા સમયે આરટીપીસીઆર ટેસ્ટ્માંથી મુક્તિ આપવામાં આવી છે. કોરાના સંકટ વચ્ચે દેશમાં વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. જોકે હાલમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે, દેશમાં પૂરતી વેક્સિન ઉપલબ્ધ નથી. આ દરમિયાન વેક્સિનનો બીજો ડોઝ લેનાર રાજ્યોને સરકાર પ્રાથમિકતા આપે. બીજો ડોઝ લેવા માટે મોટી સંખ્યામાં લોકો રાહ જોઈ રહ્યા છે. તેને સૌથી પહેલાં જોવાની આવશ્યકતા છે.

(12:48 am IST)