મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

દેશમાં વેક્સિનેશન શરુ કર્યાંને 115 દિવસ પૂર્ણ:રોજ 15 લાખ લોકોનું રસીકરણ: હર્ડ ઇમ્યુનિટી આવતા 3.5 વર્ષ લાગી શકે

હર્ડ ઈમ્યુનિટી માટે લગભગ 94.5 કરોડ લોકોને વેક્સિનેશન અને 189 કરોડ ડોઝની જરુર પડશે

 

નવી દિલ્હી : ભારતમાં વેક્સિનેશન 16 જાન્યુઆરીએ શરુ થયું હતું. અત્યાર સુધીમાં વેક્સિનેશન શરુ કર્યાંને 100 દિવસ થઈ ગયા છે. તેથી વિશેષજ્ઞોનું માનવું છે કે ભારત માટે દોડી ઘણી લાંબી છે.

હાલમાં ભારતમાં 135 કરોડની વસતી છે. જોકે કોરોના સામેની હર્ડ ઈમ્યુનિટી માટે લગભગ 94.5 કરોડ લોકોને વેક્સિનેશનની જરુર પડશે. આટલા લોકોને વેક્સિન લગાડવા માટે કોવિશિલ્ડ અને કોવેક્સિનની 189 કરોડ ડોઝની જરુર પડશે.

ભારતમાં 115 દિવસમાં 17 કરોડ વેક્સિનની ડોઝ લગાડવામાં આવી છે. એટલે કે દરરોજ 15 લાખ ડોઝ આપવામાં આવી રહ્યાં છે તો મહિનામાં સરેરાશ 4.5 કરોડ ડોઝ. હાલના આંકડા અનુસાર ભારતમાં એક વર્ષમાં 54 કરોડ ડોઝ લાગી શકે છે. એટલે કે 189 કરોડ ડોઝ માટે 3.5 વર્ષ લાગશે

કોરોના વેક્સિનની અછતના આરોપ પર કેન્દ્ર સરકારે પલટવાર કરતા જણાવ્યું કે 10 મે સુધી 45 થી 60 વર્ષની વચ્ચે 5,54,97,658 લોકોને પહેલી ડોઝ આપવામાં આવી. તો 71,73,939 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો. તે ઉપરાંત સરકારે જણાવ્યું કે અત્યાર સુધી રાજ્યોને 18 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં છે.

વસતીની દ્રષ્ટિએ ભારત દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે. તેમ છતાં પણ ભારતમાં વેક્સિનેશનની ઝડપ અમેરિકા અને ચીન કરતા વધારે છે. તેમ છતાં પણ વેક્સિનેશન મામલે ભારતે ઈઝરાયલ જેવા નાના દેશ પાસેથી શીખવાની જરુર છે. ઈઝરાયલમાં જ્યાં એક વખતે 10,000 કેસો આવતા હતા ત્યાં હવે દરરોજ 100 કેસ આવી રહ્યાં છે.

(10:52 pm IST)