News of Wednesday, 12th May 2021
જમ્મુમાં મારુતિના શોરૂમમાં વિનાશક આગ ફાટી નીકળી : લાખોના સ્પેરપાર્ટ્સ ભસ્મીભૂત
જમ્મુ-કાશ્મીરમાં મારુતિ સુઝુકીના શોરૂમમાં ભયંકર આગ લાગ્યાનું જાણવા મળે છે લાખો રૂપિયાનો સ્પેર પાર્ટ્સનો સામાન સળગી ગયાની વિગતો બહાર આવી છે.
જમ્મુના અખનૂર રોડ પર આવેલા મારુતિ શોરૂમમાં મંગળવારે સાંજે આગ લાગી હતી. આશરે ૧ કલાકની મહેનત બાદ ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં લાખોનું નુકસાન થવાનો અંદાજ છે.
સાંજે લગભગ સાડા ચાર વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી. સદભાગ્યે આ આગ શો-રૂમના એ ભાગમાં લાગી હતી જ્યાં સ્પેર પાર્ટ્સ રાખવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી, ત્યારબાદ અહીં પડેલા પ્લાસ્ટિકના ભાગોમાં આગ લાગી હતી.
(12:00 am IST)