મુખ્ય સમાચાર
News of Saturday, 12th May 2018

ફ્લિપકાર્ટના સૌથી મોટા રોકાણકાર સોફ્ટબેંકે પોતાની હિસ્સેદારી વેચી દેવાનો ઇન્‍કાર કરી દેતા વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્‍ચેની ડીલ અટકી જવાની સંભાવના

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ વચ્‍ચે થનાર ડીલ અટકી જાય તેવી શક્યતા છે કારણ કે ફ્લિપકાર્ટનાં સૌથી મોટા રોકાણકાર સોફ્ટબેંકે પોતાની હિસ્સેદારી વેચવાનો ઇન્કાર કરી દીધો છે. સોફ્ટબેંક માસાયોશી સન સતત પોતાનાં નિર્ણયો બદલી રહ્યા છે. સોફ્ટબેંક હાલ આ હિસાબ લગાવવામાં વ્યસ્ત છે કે ફ્લિપકાર્ટમાં રોકાણ કર્યાનાં એક વર્ષની અંદર તેણે કેટલા પૈસા બનશે. 

સોફ્ટબેંકને ચિંતા છે કે જો તેણે ફ્લિપકાર્ટમાં પોતાની 22 ટકા હિસ્સેદારી વોલમાર્ટને વેચી દીધી તો તેણે ઘણો ટેક્સ ચુકવવો પડી શકે છે. સાથે જ તે પણ તેની એક વર્ષમાં કેટલો ટેક્સની દેવાદારી બાકી છે. ભારતમાં કોઇ શેર ખરીદવા માટે 24 મહિનાની અંદર વેચવા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગુ થાય છે. સનને તે પણ લાગી રહ્યું છે કે આગળ જતા ફ્લિપકાર્ટનાં વેલ્યુએશનમાં વધારો થઇ શકે છે. તમને જણાવી દઇએ, બુધવારે કોઇ ડીલમાં ફ્લિપકાર્ટની 21 અબજ ડોલરની વેલ્યુ આંકવામાં આવી હતી. 

અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 77% હિસ્સેદારી 16 અબજ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. આ ડીલમાં સોફ્ટબેંકનો હિસ્સો પણ છે. જો કે સોફ્ટબેંક હાલ પણ પોતાનાં વિકલ્પો શોધી રહી છે. સુત્રો અનુસાર હાલ સોફ્ટબેંકે ફ્લિપકાર્ટમાં હિસ્સેદારી નથી વેચી. જો કે તે અંગે આગામી 10 દિવસમાં નિર્ણય થઇ શકે છે. સુત્રો અનુસાર સોફ્ટબેંકે માસાયોની સન ભારત પર મોટો દાવ લગાવી રહ્યું છે. અને તેની દ્રષ્ટીએ ફ્લિપકાર્ટની વેલ્યુમાં વધારો થશે. 

(5:40 pm IST)