મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

મ્યાનમારમાં આર્મીએ દેખાવકારોના મૃતદેહોનો મંદિરમાં ઢગલો કર્યો

યંગૂનની સડકો દેખાવકારોના લોહીથી રંગાઇ : સત્તાપલટા પછી મ્યાનમારમાં અત્યાર સુધીમાં ૭૦૧ નાગરિકોની હત્યા

યંગૂન તા. ૧૨ : મ્યાનમારમાં સત્તાપલટ પછી સુરક્ષા દળોએ ફરી એક વખત રાજધાનીના માર્ગોને લોહીના રંગથી લાલ કરી દીધી છે. સત્તાપલટા પછી મોતના આંકડાની સંખ્યા એકત્ર કરી રહેલ સૃથાનિક મીડિયાએ આ માહિતી આપી છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર શુક્રવારે સૈન્ય શાસન વિરૂદ્ઘ બાગોમાં થયેલા દેખાવોમાં૧૪ માર્ચ પછી સૌથી વધુ દેખાવકારોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે૧૪ માર્ચના જ દિવસે સુરક્ષાદળોએ૧૦૦ દેખાવકારોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. યંગૂન મ્યાનમારનું સૌથી મોટું શહેર છે. બાગો અહીંથી૧૦૦ કિમી દૂર આવેલુ છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર સેનાએ તમામ મૃતદેહોને એક મંદિરના ગ્રાઉન્ડમાં રાખ્યા છે. આસિસટન્ટ એસોસિએશન ફોર પોલિટિકલ પ્રિઝનર્સે પણ ૮૨ લોકોના મોતના અહેવાલને સમર્થન આપ્યું છે. આ એસોસિએશન મુજબ સત્તાપલટા પછી અત્યાર સુધી ૭૦૧ દેખાવકોરોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

બાગોમાં એક જ સપ્તાહમાં સુરક્ષા દળો પર દેખાવકારો સામે કરવામાં આવેલ આ ત્રીજી કાર્યવાહી હતી. બુધવારે દેશના ઉત્તરમાં આવેલ કાલ્યે અને તાજેમાં પણ સુરક્ષાદળોએ દેખાવકારો પર ગોળીઓ ચલાવી હતી જેમાં૧૧ લોકોનાં મોત થયા હતાં.

(11:53 am IST)