મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

સેન્સેક્સમાં ૧૭૦૮ પોઈન્ટનું ગાબડું, આઠ લાખ કરોડ ડૂબ્યા

કોરોનાના કહેરમાં બજારમાં ભારે ગભરાટ : બેંક શેર્સમાં જોરદાર ધોવાણ : ઓટો, સિમેન્ટ, મેટલ શેર્સ પણ ઊંધા માથે પટકાયા, નિફ્ટીમાં ૫૨૪ પોઈન્ટનો કડાકો

મુંબઈ, તા. ૧૨ : દેશમાં કોરોનાના સતત વધતા કેસો વચ્ચે શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. તેમાંય આજે તો સેન્સેક્સમાં ૧૭૦૮ પોઈન્ટ્સનું મસમોટું ગાબડું પડ્યું હતું, જેના પછી સેન્સેક્સ ૪૭,૮૮૩ પોઈન્ટ્સના સ્તરે બંધ આવ્યો હતો. આજે બેંક શેર્સમાં જોરદાર ધોવાણ જોવા મળ્યું હતું. ઉપરાંત, ઓટો, સિમેન્ટ તેમજ મેટલ શેર્સ પણ ઊંધા માટે પટકાયા હતા.

બીએસઈ સેન્સેક્સમાં ૧૭૦૮ પોઇન્ટનું ગાબડું પડ્યું જે ૨૬ ફેબ્રુઆરી પછીનું તેનું ખરાબ પ્રદર્શન છે. શેરબજારમાં ખળભળાટ મચી ગયો હતો કે બીએસઈની માર્કેટ કેપમાં એક દિવસમાં રૂ . લાખ કરોડ ઘટીને ૨૦૧ લાખ કરોડ થઈ ગઈ છે.

કોરોનાની બીજી લહેરના કારણે શેરબજારમાં આજે ગભરાટ ફેલાયો હતો. બીએસઈ સેન્સેક્સ કડક લોકડાઉનના ડરે ૧૭૦૮ પોઇન્ટ ગગડ્યો, જે ૨૬ ફેબ્રુઆરીથી તેનું ખરાબ કામગીરી છે. શેરબજારમાં ખળભળાટ મચી ગયો હતો કે બીએસઈની માર્કેટ કેપ એક દિવસમાં રૂ . લાખ કરોડથી ઘટીને ૨૦૧ લાખ કરોડ થઈ ગઈ છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ લગભગ ૧૯૦૦ પોઇન્ટ નીચલા સ્તરે ગયો હતો, જ્યારે નિફ્ટીએ પણ ૫૯૦ પોઈન્ટનું ગોતું લગાવ્યું હતું.

ગત સેશનના અંતે ૪૯,૫૯૧ની સપાટીએ બંધ થયેલો સેન્સેક્સ આજે બજાર ખૂલ્યું ત્યારે ૪૮,૯૫૯ પોઈન્ટ્સ પર ખૂલ્યો હતો. ત્યારબાદ સતત વેચવાલી વચ્ચે તે ૪૭,૬૯૩ પર પહોંચ્યો હતો અને આખરે ૪૭,૮૮૩ના સ્તરે બંધ થયો હતો. આજે બીએસઈના સેન્સેક્સ પર સૌથી વધુ ઘટનારા શેર્સમાં ઈન્ડસિન્ડ બેક્ન ટોચ પર રહ્યો હતો. શેરમાં .૬૦ ટકાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો હતો. સિવાય બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, એક્સિસ, આઈસીઆઈસીઆઈ, બજાજ ફીનસર્વ, એચડીએફસી બેંક જેવા શેર્સ પણ .૩૯ ટકાથી લઈને .૮૭ ટકા જેટલા ઘટ્યા હતા. ઓએનજીસીનો શેર પણ આજે .૫૪ ટકા, ટાઈટન .૨૪ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ,૭૦ ટકા, મારુતિ .૫૬ ટકા જેટલા ઘટ્યા હતા.

આજે ફુંકાયેલા વેચવાલીના વાવાઝોડાં સામે કંઈક અંશે ફાર્મા અને એફએમસીજી શેર્સ ટકી શક્યા હતા. આજે ડૉ. રેડ્ડી ,૮૩ ટકા, સિપ્લા ,૧૯ ટકા, ડીવીઝ લેબ .૭૩ ટકા જ્યારે બ્રિટાનિયા . ટકા વધ્યા હતા. જ્યારે નેસ્લે અને એચયુએલમાં .૪૬થી .૬૨ ટકા જેટલો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. શરુઆતના થોડા સારા પ્રદર્શન બાદ આઈટી શેર્સ પણ આજે વેચવાલીથી બચી નહોતા શક્યા. આજે ઈન્ફોસિસ .૦૪ ટકા, ટેક મહિન્દ્રા ,૩૮ ટકા, ટીસીએસ .૪૩ ટકા જેટલા ઘટ્યા હતા.

આજે નિફ્ટીમાં પણ ૫૨૪ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો. કામકાજના અંતે નિફ્ટી ૧૪,૩૧૦ની સપાટી પર પહોંચ્યો હતો. નિફ્ટીમાં આજે ટાટા મોટર્સમાં .૯૫ ટકાનો જોરદાર કડાકો જોવા મળ્યો હતો. જ્યારે અદાણી પોર્ટ્સમાં પણ .૫૯ ટકાનું જંગી ધોવાણ જોવા મળ્યું હતું.

(8:55 pm IST)