મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

રામ મંદિર નિર્માણ માટે ૫૪૬૦ કરોડ એકત્રિત : ૨૨ કરોડના ચેક બાઉન્સ

૧૨.૭૩ કરોડ પરિવાર તરફથી પ્રાપ્ત થયેલા ૧૫ હજાર ચેક ટેકનીકલ ક્ષતિના લીધે બાઉન્સ થયા હતા

નવી દિલ્હી,તા. ૧૨: રામ મંદિર નિર્માણ માટે રાષ્ટ્રવ્યાપી નિધિ સમર્પણ  અભિયાન ૨૭ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યું  હતું.  જેમાં અત્યાર સુધી ૫૪૬૦ કરોડ એકત્રિત થઇ ચૂકયાં છે.

શ્રી રામ જન્મભૂમિ  તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા હિસાબના અહેવાલમાં દેશમાંથી ભારે રકમ  એકઠી થઇ છે. ૧૨.૭૩ કરોડ પરિવાર તરફથી પ્રાપ્ત થયેલા ૧૫ હજાર ચેક  ટેકનીકલ ક્ષતિના લીધે બાઉન્સ થયાં હતા.

આ અભિયાનમાં પ્રાપ્ત થયેલા ૧૫ હજાર ચેક પરત કરવામાં આવ્યાં છે. તેમાંથી બે હજાર ચેક માત્ર આયોધ્યા જિલ્લામાંથી જ છે. આ ચેક બાઉન્સ થતાં ૨૨ કરોડ જેટલી રકમ અટકી ગઇ છે. ચેકો ખોટી રકમ અને ખોટા ચેક નંબરને કારણે રિજેકટ થયાં છે. જયારે અન્ય ચેકોમાં ખાતામાં રકમ ના હોવાથી બાઉન્સ થયાં હતા.

(9:52 am IST)