મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

મધ્યપ્રદેશમાં ફરી ધરતી કોપાયમાન બની : શહડોલ અને અનૂપપુરમાં ભૂકંપના અનેક આંચકા આવ્યા : લોકોમાં ગભરાટ: ઘર બહાર દોડી આવ્‍યા : આંચકાની તીવ્રતા ઓછી હોવાથી કોઇ જાનહાની નથી

નવી દિલ્હી : મધ્યપ્રદેશના શહડોલમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે આ આંચકાઓની તીવ્રતા ઓછી હતી, રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.9 નોંધાઈ. ભૂકંપના ઝટકા બાદ આસપાસના વિસ્તારમાંથી લોકો ઘરોની બહાર નીકળી આવ્યા હતા.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અનુસાર મધ્યપ્રદેશના શહડોલમાં ભૂકંપના ઝટકા 12 વાગીને 53 મિનીટ ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો કેન્દ્ર કયા હતો તેના વિશે હજુ સુધી જાણકારી મેળવી શકાઈ નથી. ભૂકંપના આંચકાના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારના નુક્સાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરોની બહાર નીકળી આવ્યા હતા તથા સુરક્ષિત સ્થાન પર જતાં રહ્યા હતા.

નોંધનીય છે લોકડાઉનના કારણે શહેરવાસીઓ ઘરોમાં જ હતા અને અચાનક જ આંચકા આવતા અફરાતફરી મચી ગઈ હતી. મીડિયા અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે અનુપપૂરમાં વધારે અસર જોવા મળી રહી છે. જોકે કોઈ પણ નુકસાનના અહેવાલ નથી.

(3:38 pm IST)