મુખ્ય સમાચાર
News of Friday, 12th April 2019

સુપ્રિમ કોર્ટમાં માનહાનીનો દાવો

''ચોકીદાર ચોર હૈ'' કહેવું રાહુલને મોંઘુ પડ્યુ : રાફેલઃ સુપ્રિમકોર્ટના ફેંસલાને તોડ મરોડ કરી રજુ કરવાનો આરોપ

ભાજપના સાંસદ મીનાક્ષી લેખીની અરજી પર સુનાવણી કરવા કોર્ટ તૈયારઃ ૧૫મીએ સુનાવણી

નવીદિલ્હી, તા.૧૨: બીજેપી નેતા મીનાક્ષી લેખીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી વિરૂધ્ધ આપરાધિક માનહાનિ કેસ દાખલ કર્યો છે. આ કેસ રાહુલ દ્વારા સુપ્રીમકોર્ટને માલુમ પડયું છે કે ચોકીદાર ચોર છે. કહ્યા બાદ દાખલ કરવામા આવ્યો છે. બીજેપીનેતાએ કહ્યું કે સુપ્રીમકોર્ટ રાફેલ ડીલ પર પુનવિચાર અરજી પર સુનાવણીની વાત માની છે. બીજુબાજુ કોંગ્રેસે પણ આ મામલે પીએમ મોદી વિ રૂધ્ધ માનહાનિ અરજી દાખલ કરી છે. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ૧૫ એપ્રિલે સુનાવણી કરશે. અરજીમાં રાહુલ ગાંધી દ્વારા સુપ્રિમકોર્ટના નિર્ણયને મારી મચકોડીને રજુ કરવાનો આરોપ મુક્યો છે.

ઉલ્લેખનીય છે કે રાફેલની ખરીદીમાં કથિત અનિયમિતતાના મુદ્દા પર સુપ્રીમકોર્ટ તરફથી એકવાર ફરી સુનાવણી માટે સમતિ દર્શાવ્યા પહેલા આ મુદા પર રાજનીતી ગરમાઇ છે વિપક્ષી દળોએ સુપ્રીમકોર્ટ તરફથી આ મુદ્દા પર પુનવિચાર અંગે કહ્યું છે કે સરકારની નિતી ખોટી છે તે સામે આવ્યું છે. જો કે સુપ્રીમકોર્ટ કેટલીક દલીલોને સાંભળ્યા બાદ આ મંતવ્ય આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે અરજી કર્તાઓએ તેમની દલીલમાં કહ્યું હતું કે ૨૪ નવેમ્બર, ૨૦૧પની તારીખે જાહેર કરેલી નોટથી એ માલુમ પડે છે કે રક્ષામંત્રાલયના અધિકારીઓએ રાફેલ ડીલમાં પીઓમઓના દાખલ અને ડીલપર સમાનાંતર ચર્ચા કરવા પર આપતિ વ્યકત કરી છે.

(3:47 pm IST)