મુખ્ય સમાચાર
News of Friday, 12th April 2019

મોબાઇલ મારફત શેર ટ્રેડિંગનું વોલ્યુમ અને ટ્રેન્ડ સતત વધી રહ્યો છે!

રોજ સરેરાશ આશરે ૨૩૦૦ કરોડ રૂપિયાના સોદા મોબાઇલ મારફત

મુંબઇ, તા.૧૨: માનો કે ન માનો, પણ આંકડા કહે છે, હવે રોજ મોબાઇલ મારફત શેરબજારમાં ૨૩૦૦ કરોડ રૂપિયાના શેરની લે-વેચ થાય છે. રીટેલ ઇન્વેસ્ટરો પોતાના મોબાઇઇ મારફત રોજ સરેરાશ ૨૩૦૦ કરોડ રૂપિયાના સોદા કરે છે. ટકાવારીમાં આ આંકડો કુલ ટર્નઓવરના ૧૦ ટકાથી વધુ છે માર્ચ, ૨૦૧૯માં આ સરેરાશ નોંધાઇ હતી, જે તેનાં બે વરસ અગાઃ મોબાઇલ મારફત શેર સોદાનું પ્રમાણ ૩.૬ ટકા હતું અને પાંચ વરસ અગાઉ માત્ર ૧.૧ ટકા હતું.

સરળ અને સસ્તુ પણ

મોબાઇલ મારફત સોદા કરવાનું સરળ બને છે તેમ જ હવેના સમયમાં ડેડા પ્લાન પણ સસ્તા થયા છે, જેને કારણે રોકાણકારો મોબાઇલ ટ્રેડિંગ તરફ વધુ વળી રહ્યા છે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે મોબાઇલ ટ્રેડિંગ કરવા માટે રોકાણકારે પોતાના બ્રોકર મારફત લિન્ક થવાનું હોય છે, અર્થાત, ટ્રેડિંગ ભલે ગ્રાહક પોતે કરે, પણ તે સોદા બ્રોકર મારફત જ રૂટ થતા હોય છે. નેશનલ સ્ટોક એકસચેન્જ પર આ સોદાનું પ્રમાણ કુલ ટર્નઓવરના ૧૦.૧૫ ટકા થતું હોવાનો અંદાજ છે.

અગ્રણી બ્રોકરેજ હાઉસિસ

મોબાઇલ ટ્રેડિંગ જેમની મારફત સૌથી વધુ થાય છે એવાં અગ્રણી બ્રોકરેજ હાઉસિસમાં આઇસીઆઇસીઆઇ સિકયોરિટીઝ, એચડીએફસી સિકયોરિટીઝ, કોટક સિકયોરિટીઝ, એડલવાઇઝ, મોતીલાલ ઓસવાલ, શેરખાન,, પાંચ પૈસા ડોટકોમ અને ઇન્ડિયા ઇન્ફોલાઇન (આઇઆઇએફએલ)નો સમાવેશ થયા છે. આ માર્ગે મોટા ભાગે કેશ માર્કેટના સોદા થાય છે. મોબાઇલ ટ્રેડિંગ ઝડપી કામકાજ કરે છે અને તેથી રોકાણકાર તકનો લાભ પણ ઝડપથી મેળવી શકે છે તે કયાંય પણ હોય, આ સોદન કરી શકે છે ગ્રાહકે પોતાના બ્રોકરને ફોન કરીને આ કામ કરવાની જરૂર રહેતી નથી. આગામી પાંચેક વરસમાં આ વોલ્યુમ પચાસ ટકા સુધી પહોંચી જવાની ધારણા છે.

(11:49 am IST)