મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

લોકશાહીની હત્યા કરાઈ છે : માયાવતીનો આક્ષેપ

અખિલેશને રોકાતા માયા લાલઘૂમ

લખનૌ, તા. ૧૨ : બહુજન સમાજ પાર્ટીના વડા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને અલ્હાબાદ જતાં રોકવામાં આવતા આને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. માયાવતીએ કહ્યું હતું કે, લખનૌ એરપોર્ટ ઉપર અખિલેશને રોકવાની બાબત ખુબ જ નિંદનીય ઘટના છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારની તાનાશાહી અને લોકશાહીની હત્યાના આ પ્રતિક છે. માયાવતીએ પણ ટ્વિટ કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. માયાવતીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સપા અને બસપા ગઠબંધનથી ખુબ ભયભીત થઇ ગઇ છે જેથી રાજકીય કાર્યક્રમો અને ગતિવિધિઓ ઉપર બ્રેક મુકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ખુબ જ કમનસીબ બાબત છે. આવી બિન લોકશાહી ઘટનાઓની બહુજન સમાજ પાર્ટી ખુબ જ નિંદા કરે છે.

(7:43 pm IST)