મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

દુનિયામાં થઈ રહી છે પીએમ મોદીની આર્થિક નીતિની પ્રશંસા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓનો ડંકો હવે વિદેશોમાં પણ વાગી રહ્યો છે. દુનિયાભરના અર્થશાસ્ત્રીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું છે કે મોદી સરકારે દેશને ઉત્ત્।મ માહોલ આપ્યો છે. સરકારની સકારાત્મક અને સુસંગત નીતિઓએ ભારતીય સાહસિકો માટે ઉત્ત્।મ કારોબારી માહોલ તૈયાર કર્યો છે. ફ્રાંસના પ્રસિદ્ઘ અર્થશાસ્ત્રી ગાઙ્ખય સોરમેને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારની સકારાત્મક અને સુસંગત નીતિઓએ ભારતીય સાહસિકો માટે ઉત્ત્।મ કારોબારી માહોલ તૈયાર કર્યો છે. સોરમેને કહ્યું કે મોદી સરકારે ભારતીય સાહસિકો માટે વેપાર કરવાનું સરળ બનાવી દીધું છે. ઓછા ફુગાવા અને ઓછા ભ્રષ્ટાચાર સાથે ઉદ્યોગ સાહસિકો માટે કાર્ય કરવું ખૂબ સરળ બન્યું છે.

અર્થશાસ્ત્રી ગોય સોરમેને પોતાની પુસ્તક 'ઈકોનોમિકસ ઇસ નોટ લાયઃ અ ડિફેન્સ ઓફ ધ ફ્રી માર્કેટ ઇન અ ટાઈમ ઓફ ક્રાઈસિસ'માં લખ્યું છે કે ફાયનાન્સ માર્કેટમાં જો બદલાવ જોઈએ છે તો રોકાણમાં વૃદ્ઘિ તથા જીડીપીનો ઉંચો દર જરૂરી છે અને તે સરકારની નીતિઓ સાથે જોડાયેલો હોય છે. તેમને કહ્યું કે મોદી સરકારની આર્થિક નીતિ સકારાત્મક રહી છે અને જયાં સુધી મને ધ્યાન છે, તે છેલ્લી કોઈ પણ સરકારથી ખૂબ ઉત્ત્।મ છે. તેમણે બજેટમાં ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની નીતિને ખૂબ મહત્ત્વની માની છે. તેમણે કહ્યું કે ગરીબ અને પછાત લોકોને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવાને હવે અર્થશાસ્ત્રી પણ ગરીબી દૂર કરવાનો સૌથી પ્રભાવશાળી ઉપાય માનવા લાગ્યા છે.

(3:54 pm IST)