મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

ચોકિદાર માત્ર ચોર નહીં, વચેટિયા પણ છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા.૧૨: રાફેલ ડીલ અગે કેન્દ્ર સરકાર સંસદના બન્ને ગૃહોમાં આજે કેગ રિપોર્ટ રજુ કરશે. આ પહેલા કોંગ્રેના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, સંસંદમાં એ જોવું રોચક હશે કે રિપોર્ટમાં શું છે, પરંતુ મને લાગે છે કે, રિપોર્ટમાં એ જ માહિતી હશે જે સરકારે સુપ્રીમ કોર્ટને આપી હતી. આ સિવાય રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મોદી ચોર જ નહી વચેટિયા પણ છે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, એરબસ કંપનીના એકિઝકયુટીવે એક ઇ-મેલ લખ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, અનિલ અંબાણી ફ્રાન્સના રક્ષા મંત્રીની ઓફિસમાં ગયા હતા. આ બેઠકમાં અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે જયારે વડાપ્રધાન મોદી આવશે ત્યારે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે, જેમાં અનિલ અંબાણીનું નામ હશે. આ અંગે નતો રક્ષા મંત્રી, નતો એચએએલને ખબર હતી નતો વિદેશ મંત્રીને આ અંગે જાણ હતી. પરંતુ રાફેલ ડીલના ૧૦ દિવસ અગાઉ આ અંગે જાણ હતી.

આનો અર્થ એ છે કે મોદીજી અનિલ અંબાણી માટે વચેટિયા તરીકે કરી રહ્યા છે. માત્ર આના આધાર પર ગુપ્ત માહિતી શેર કરવા માટે કેસ ચાલવો જોઇએ. તેમને જેલ મોકલવામાં આવવા જોઇએ. આ દેશદ્રોહ છે. આ સિવાય તેમણે સીએજી રિપોર્ટને ચોકિદાર ઓડિટર જનરલ રિપોર્ટ ગણાવ્યો હતો.

(3:36 pm IST)