મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

રોબર્ટ વાડ્રાની ભાવુક અપીલઃ મારી પત્નીને સુરક્ષિત રાખજો

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશનો મોરચો સંભાળતા ગઇકાલે રોડ -શોનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે તેમના પતિ રોબર્ટ વાડ્રાએ પ્રિયંકાની રાજકીય સફર શરૂ થતાં પહેલાં ફેસબુક પર એક પોસ્ટ દ્વારા ભાવુક અપીલ કરી હતી. તેમણે ફેસબુક પર લખ્યું હતું કે'પ્રિયંકા આદર્શ પત્ની અને અમારાં બાળકોની ખૂબ જ સારી મમ્મી છે. હવે સમયની ડિમાન્ડ છે કે તે દેશની જનતાની સેવામાં ઉતરે. મારી સર્વેને અપીલ છે કે પ્લીઝ, તેને સુરક્ષિત રાખશો.'

(3:27 pm IST)