મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

લખનૌ એરપોર્ટ પર અખિલેશનું ચાર્ટર્ડ પ્લેન રોકી દેવાયું: પ્રયાગરાજ જવાની પરવાનગી ન અપાઇ

પોલીસ સાથે ઝપાઝપી

લખનૌ : સપા અધ્યક્ષ અખિલેશ યાદવના ચાર્ટર્ડ પ્લેનને મંગળવારે લખનૌના ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર રોકી દેવાયું હતું. ખુદ અખિલેશે આ બાબતે ટવીટ કરીને માહિતી આપી હતી. માહિતી અનુસાર, મંગળવારે ભૂતપૂર્વ મૂખ્ય પ્રધાન અખિલેશ યાદવ અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના વાર્ષિકોત્સવ સમારંભમાં શામેલ થવા જવાના હતા. જેવા અખિલેશ લખનૌ એરપોર્ટથી પ્રયાગરાજ જવા પોતાના ચાર્ટર્ડ  પ્લેનમાં બેસવા ગયા કે ત્યારે જ તેમના પ્લેનને રોકી દેવાયું હતું. કયાં કારણોથી પ્લેનને રોકવામાં આવ્યંુ તેની માહિતી મળી શકી નથી.

(3:12 pm IST)