મુખ્ય સમાચાર
News of Tuesday, 12th February 2019

બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા : ચેન્નાઇ સુધી ધણધણાટી

લોકો ઘરની બહાર દોડી ગયા :દરવાજા અને બારીઓ હલવા લાગી

ચેન્નઇમાં મંગળવાર સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં સપાટીથી 10 કિલોમીટર ઊંડે હતું. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી. તેના આંચકા ચેન્નઈ સુધી અનુભવાયા, જ્યાં ભૂકંપની તીવ્રતા 4.9 અનુભવાઈ. આ કારણે લોકો ડરી ગયા અને ઘરોથી બહાર ભાગી આવ્યા.

  ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે દરવાજા અને બારીઓ હલવા લાગ્યા. આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી મળ્યા. સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને હજુ થોડા સમય માટે ઘરોની બહાર રહેવાની સલાહ આપી છે.

  મળતી માહિતી મુજબ, બંગાળની ખાડીમાં મંગળવાર સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ચેન્નઈમાં જ્યારે લોકો ઘરોમાં કામ કરી રહ્યા હતા, ત્યારે લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા. 5.1 તીવ્રતાનો ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકોને લાગ્યું કે તેમના ઘરે હલી રહ્યા છે. લોકો તાત્કાલીક ઘરોથી બહાર આવી ગયા અને પાર્કમાં એકત્ર થઈ ગયા

(12:49 pm IST)